32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

કરણીસેનાએ મંત્રી જીતુ વાઘાણીને કેમ કહ્યું, “શબ્દો પરત નહીં લો તો કરણીસેના એના અંદાજમાં કામ કરશે”, સાંભળો શું કહ્યું


મેરા ગુજરાત, કચ્છ

Advertisement

વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતી આચરવામાં આવી હોવાની સાથે પરીક્ષા શરૂ થયાના ગણતરીના સમયમાં પેપર સોશ્યલ મીડિયામાં વાયરલ થયું હોવાના પુરાવા સાથે યુવા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફ્રન્સ કરી સરકારને ઘેરતા અને મંત્રી જીતુ વાઘાણીના મતક્ષેત્ર ભાવનગરથી પેપર ફૂટ્યું હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કર્યા પછી સરકાર જાણે બચાવ મુદ્રામાં આવી ગઈ હતી અને મંત્રી જીતુ વાઘાણીએ યુવા નેતા સામે અનેક પ્રકારના કટાક્ષ કર્યા હતા હવે આ મામલે રાજકારણ ગરમાયુ છે યુવા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહના સમર્થનમાં કરણીસેના આવી છે અને વિદ્યાર્થી નેતાને બિરદાવાના બદલે તેની સામે આક્ષેપ થતા જીતુ વાઘાણી તેમના શબ્દો પરત નહિ લે તો અમારી રીતે કામ કરીશું અને ચૂંટણીમાં પણ જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

રવિવારે વનરક્ષકની લેખિત પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે રાજકારણ ગરમાયુ છે. જીતુ વાઘાણીએ યુવરાજસિંહ પર કટાક્ષ કરતા કરણીસેના લાલચોળ થઇ છે. ગુજરાત કરણીસેના યુવરાજસિંહના સમર્થનમાં ઉતરી આવી છે. મહત્વનુ છે કે યુવરાજસિંહે જીતુ વાઘાણીના મત વિસ્તારમાંથી પેપર વાયરલ થયુ હોવાનો આરોપ લગાવ્યો હતો જે બાદ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી કે પહેલા દિવસે શું સાપ સુંઘી ગયો હતો ?

Advertisement

કરણીસેનાના પ્રમુખ જે.પી જાડેજાએ મંત્રી જીતુ વાઘાણી અંગે શું કહ્યું… વાંચો

Advertisement

કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજાએ અને તેમની ટીમે પ્રેસ કોન્ફ્રન્સ કરી જીતુ વાઘાણીના નિવેદન અંગે જણાવ્યું હતું કે , ક્ષત્રિય યુવાન ભ્રષ્ટાચાર ખુલ્લુ પાડવા મેદાને પડ્યો છે, આવા સમયે સરકારે સમર્થન કરવું જોઈએ. જીતુવાઘાણીએ પોતાના શબ્દો પરત લેવા જોઇએ.શબ્દ પરત નહીં લે તો કરણી સેના તેમના અંદાજમાં કામ કરશે.અને આગામી વિધાનસભા ચૂંટણીમાં કરણી સેના ભાજપનો વિરોધ કરશે.

Advertisement

Advertisement

ભાજપના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ યુવાનેતા યુવરાજસિંહના આક્ષેપ પછી શું કહ્યું હતું વાંચો

Advertisement

પરીક્ષાના ત્રીજા દિવસે લોકો સામે આવતાં જીતુ વાઘાણીએ પ્રશ્ન કર્યો હતો કે, પરીક્ષાના પ્રથમ દિવસે શું તેમને સાપ ગળી ગયો હતો કે તેઓ સામે ન આવ્યા, સરકાર પારદર્શી વ્યવસ્થા માટે કટિબદ્ધ છે. ગેરરિતી કરતા લોકોની ધરપકડ કરાઇ હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાના એકશન સ્વરૂપે કામ કરી રહ્યા છે. તેવા લોકોએ રાજકીય ફાયદો લેવા ઉમેદાવરોને કોઇ ભ્રમિત ન કરવા જોઈએ .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!