43 C
Ahmedabad
Tuesday, May 21, 2024

આ રીતે ભણશે ગુજરાત : વિજયનગરની દઢવાવ પ્રાથમીક શાળા નં – 2ના બાળકો ઓરડાના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર


ચલો સ્કૂલ ચલે હમ…. રમશે ગુજરાત….ભણશે ગુજરાત જેવા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરી રાજ્યના તમામ બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે તેમ છતાં રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણક્ષેત્રે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

સાબરકાંઠા જીલ્લાના આદિવાસી બહુમતી ધરાવતા વિજયનગર તાલુકાના દઢવાવ ગામમાં આવેલી પ્રાથમીક શાળા નં- 2 માં નવીન ઓરડા નહિ બનતા બાળકો ખુલ્લામાં અને ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે દઢવાવના ગ્રામજનો અને યુવા ઉત્કર્ષ મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી શાળામાં નોનયુઝ જાહેર કરેલ છે, પરંતુ નવા ઓરડા નહીં બનતા બાળકોને અભ્યાસમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી ઝડપથી નવીન ઓરડાનું નિર્માણ કરવામાં આવેની માંગ કરી હતી.

Advertisement

Advertisement

દઢવાવ પ્રાથમીક શાળા નં-2 જર્જરીત બનતા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. આ અંગે SMC કમિટીએ રજુઆત કરતા 4 ઓરડા નોનયુઝ ઓરડા તરીકે મજૂરી તો મળી ગઈ છે, પરંતુ ત્યાં નવા ઓરડાની તાત્કાલિક જરૂર છે જેથી તાત્કાલિક ધોરણે નવા ઓરડા બનાવવામાં આવેની માંગ કરી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

Advertisement

Advertisement

સરકાર દર વર્ષે બજેટમાં શિક્ષણ વિભાગ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી તમામ બાળકો ને શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જોકે, તેમ છતાં આજે પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

દઢવાવ પ્રાથમિક શાળા નં-૨ ના ઓરડા જર્જરિત હોવાથી શિક્ષકો બાળકોને ખુલ્લામાં અને ઝાડ નીચે અભ્યાસ કરાવવા મજબુર બન્યા છે જેના લીધે બાળકોના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!