30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

અરવલ્લી : જિલ્લા કલેક્ટરે બાળકો સાથે લીધુ મધ્યાહન ભોજન, બાળકો આનંદિત


કોરોનાના પગલે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ સરકાર તરફથી આપવામાં આવતુ મધ્યાહન ભોજન છેલ્લા બે વર્ષ થી બંધ હતું જેને ગૂરવારના રોજ થી પુન: શરૂ કરવામાં આવ્યુ છે. મધ્યાહન ભોજન પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજનની શરૂઆતના પુન: શરૂઆતના દિવસે મોડાસા ના સયરા ગામની બ્લોક ફેક્ટરી પ્રાથમિક શાળામાં અરવલ્લી જિલ્લા કલેક્ટરર ડો.નરેન્દ્ર મીનાએ મુલાકાત લીધી હતી. જેમાં જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી બાળકો સાથે બેસીને જમ્યા હતા. પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજનની શરૂઆતના અર્થે આજ રોજ શાળાના આચાર્ય ભાવિનીબેન ઉપાધ્યાય દ્વારા તિથિભોજન આપવામાં આવ્યું. તથા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ શાળામાં બાળકોને જમવા બેસવાની વ્યવસ્થા માટે કિચનશેડ બનાવવા તથા બે કોમ્યુટરની ફાળવણી કરવા માટેની ગ્રાંટ આયોજનની ગ્રાંટ માંથી આપવામાં આવે તેમ જણાવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

મામલતદાર કચેરી ટીમના નિરીક્ષણના આયોજન હેઠળ બ્લોક ફેક્ટરી પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી. મીતાબેન ડોડીયા નાયબ કલેકટર એમ. ડી. એમ. હેતલબેન પાલુંદરિયા, નાયબ મામલતદાર હાજર રહ્યાં હતા, જેમણે બાળકો સાથે વાત સંવાદ કરી શિક્ષણની, સ્વચ્છતાની અસરકારક વાત રજુ કરી હતી. જિલ્લા કલેકટર ડૉ.નરેદ્ર મીનાએ બાળકોને પ્રોત્સાહિતરૂપે શાબ્દિક પ્રવચન કર્યુ હતું તેમજ શાળામાં ખૂટતી જરૂરિયાત પૂરી પાડવા માટે સકારાત્મક વલણ દાખવ્યું હતું .આ ઉપરાંત શાળાના કાર્યોને બિરદાવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. શાળાના તમામ સ્ટાફ મિત્રોએ મધ્યાન ભોજનના ઓર્ગેનાઇજર , રસોઈયા, મદદનીશ, એસ.એમ.સી સભ્યો ટીમ સર્વે તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો .

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાનાં ધોરણ 1 થી 5 નાં કુલ 77579 બાળકો તથા 6 થી 8નાં કુલ 44274 બાળકો ને મધ્યાહન ભોજન આપી જિલ્લામાં આશરે 1212 મધ્યાહન ભોજન કેન્દ્રો પર P.M.POSHAN (M.D.M) યોજના અંતર્ગત તા. 31/03/2022 સરકારી પ્રાથમિક શાળાઓમાં બપોરનું મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!