39 C
Ahmedabad
Saturday, May 11, 2024

મોંઘવારીનો માર : રાજીવ ગાંધી ભવન ખાતે પોલિસની ગેરવર્તણૂકનો આક્ષેપ, કાયદાકીય ફરિયાદ કરવાની તૈયાર


મેરા ગુજરાત, અમદાવાદ

Advertisement

કોંગ્રેસના ભાજપ પર ગંભીર પ્રહારો

Advertisement

“ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે”

Advertisement

ગાંધી-સરદારના ગુજરાતમાં મહિલાઓ સાથેના આ પ્રકારના અસભ્ય વર્તન, લોકતંત્રને ખતમ કરવાના પ્રયત્નને સાંખી લેવામાં નહીં આવે.”

Advertisement

“બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ”

Advertisement

Advertisement

મોંઘવારી સહિતના મુદ્દાઓને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યો છે, ત્યારે દમનગીરીનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, વિપક્ષનો ધર્મ જનતાનો અવાજ સરકાર સામે ઉઠાવવાનો છે ત્યારે કોંગ્રેસ પક્ષ મોંઘવારીમાં પીસાઈ રહેલી જનતાના અવાજને બુલંદ કરવા સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સબળતાથી જ્યારે કોંગ્રેસ પક્ષ મોંઘવારીનો પ્રશ્નો ઉઠાવી રહી હતી ત્યારે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવન પર પોલીસના ધાડેધાડા ખડકલો કરી દેવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે સવારથી જ પોલીસ દ્વારા મીડિયા રૂમ, સ્ટોર રૂમ અને અન્ય રૂમો સહિત મુખ્ય ઓફિસ ઇન્ચાર્જ રૂમમાં પણ તપાસ કરવામાં આવી હતી. આનાથી પણ વિશેષ રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં થી જ મહિલા કોંગ્રેસના ‘મોંઘવારીના પુતળા’ ને લઇ લેવા પોલીસના અધિકારીઓ – જવાનો ઓફિસની અંદર સુધી ઘૂસીને મહિલા કાર્યકર્તાઓ સાથે અસભ્ય વર્તન કરી, ઝપાઝપી, ટીંગાટોળી કરી હતી જે અંગ્રેજોના શાસનને પણ શરમાવે તેવી ઘટના છે.ગાંધી-સરદારના ગુજરાતમાં મહિલાઓ સાથેના આ પ્રકારના અસભ્ય વર્તન, લોકતંત્રને ખતમ કરવાના પ્રયત્નને સાંખી લેવામાં નહીં આવે. પોલીસના ગેરબંધારણીય કૃત્ય સામે કાયદાકીય રીતે ફરીયાદ કરાશે.

Advertisement

Advertisement

ભાવ વધારાના કોંગ્રેસ પાર્ટી દ્વારા રજૂ કરેલા આંકડા

Advertisement

માર્ચ-20 માર્ચ-22 વિગત 2013 2021
સૌયા તેલ 95 165 પેટ્રોલ 68.34 101.81
સનફલાવર તેલ 111 190 ડીઝલ 48.16 95.07
સરસવ તેલ 120 200 સી.એન.જી. 35.2 74.59
ખાંડ 34 38 ગેસ સીલીન્ડર 410 956.50
તુવેરદાળ 80 110
ચણા દાળ 54 70
મગ દાળ 80 105
અડદ દાળ 90 120
કાબુલી ચણા 75 125
ચોખા 44 64
રાજમા 85 170
લોટ 22 29
મીઠું 18 24
પૌંવા 33 60

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!