32 C
Ahmedabad
Saturday, April 27, 2024

ગુજરાતના આકાશમાં જોવા મળ્યો પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો, જુઓ વાઇરલ Video


કચ્છથી કપરાડા અને જામનગરથી હિંમતનગર સુધીના આકાશમાં મોડી સાંજે અગનગોળાથી કુતૂહલ

Advertisement

સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું હતું. પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો. જો કે, અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે. આ સંજોગોમાં આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે.

Advertisement

મોટો અગનગોળો નીચે આવતો જોઈ લોકોમાં ડર ફેલાયો​​​​​​​આકાશમાં મોડી સાંજના સમયે ઉલ્કાપિંડ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ કારણે લોકોમાં પહેલાં તો ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઉલ્કાપિંડ જેવો પદાર્થ ખરતો તારો હોવાનો પણ પહેલા લોકોને ભાસ થયો હતો. લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. બીજીતરફ આ અવકાશી પદાર્થ કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાતની અવકાશ નિષ્ણાતોએ પુષ્ટિ કરી હતી.

Advertisement

સ્પેસ ડેબ્રી અવાર-નવાર પૃથ્વી પર પડતી રહે છે​​​​​​​​​​​​​​આકાશમાં અવારનવાર ઉલ્કા પડવા અને પૃથ્વી પરથી અવકાશમાં મોકલવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સ્પેસ ડેબ્રિશ પૃથ્વી પર પડવાની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે આજે વડોદરા અને ગુજરાત સહિત ના આકાશમાં એક જોરદાર મોટો અગનગોળો રાત્રે પોણા આઠ વાગ્યા આસપાસ જોવા મળ્યો હતો જે ધીમે ધીમે નીચે આવતા બે ભાગમાં વહેંચાઇ ગયો હતો. આ અગનગોળો જોઈ અનેક તર્ક-વિતર્ક લોકો કરી રહ્યા છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!