29 C
Ahmedabad
Friday, May 10, 2024

રાજસ્થાનમાં તબીબીના આપઘાતને લઇને મોડાસામાં તબીબોએ કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી


રાજસ્થાનમાં મહિલા તબીબની આત્મહત્યાની ઘટનાને લઇને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસા બ્રાન્ચ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. મોડાસાના સર્કિટ હાઉસથી આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જે મોડાસા પંડિત દિન દયાળ સર્કલ ખાતે પહોંચી હતી, આ કેન્ડલ માર્ચમાં મોડાસા શહેરના તમામ તબીબો જોડાયા હતા. મોડાસા તબીબ એસોસિએશને માંગ કરી છે, મૃતક મહિલા તબીબ ડો.અર્ચના શર્માને જે લોકોએ આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું તેવા લોકો સામે કડક કાર્યવાહી થાય અને મૃતક તબીબના પરિવારજનોને સહાય આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી.

Advertisement

Advertisement

સાંભળો શું કહ્યું, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસા બ્રાન્ચના પ્રમુખ ડો. દિવ્યાંગ પટેલે

Advertisement

Advertisement

રાજસ્થાનમાં ડો.અર્ચના શર્માના આપઘાતના પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરાય તેવી માંગણી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ કરી છે. આ ઘટનાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, ડો.અર્ચના શર્મા કેસમાં જવાબદાર લોકોની તાત્કાલિક અસરથી ધરપકડ થવી જોઇએ અને ફાસ્ટ ટ્રેક કેસ ચલાવવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે. આ વચ્ચે મોડાસા શહેરમાં તબીબોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!