34 C
Ahmedabad
Saturday, April 27, 2024

ઇલેક્ટ્રિક સેગમેન્ટને કબજે કરવા માટે તૈયાર Tata Motors, 6 એપ્રિલે આવશે નવી કાર, પ્રથમ ટીઝર રિલીઝ


Upcoming Tata Motors Electric Car: દેશની અગ્રણી ઓટોમેકર ટાટા મોટર્સે તેના આગામી મોડલનું નવું ટીઝર બહાર પાડ્યું છે, અહેવાલ મુજબ, ટાટા 6 એપ્રિલે ભારતમાં નવી કાર રજૂ કરવા માટે તૈયાર છે, પરંતુ હાલ માટે તેની પુષ્ટિ થઈ નથી. શું આ નવું મોડલ Tata Nexon EV હશે કે Tigor EV. ખેર, આ બધી અટકળો વચ્ચે, ચોક્કસ કહી શકાય કે આવનારું મોડલ ઇલેક્ટ્રિક હશે.

Advertisement

આપને જણાવી દઈએ કે, કંપની Tata Nexon EV એક્સટેન્ડેડ રેન્જ, Tata Altroz ​​EV અને Tata Punchનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ત્યારે 6 એપ્રિલે ટાટા કયું મોડલ લોન્ચ કરશે તે કહેવું થોડું મુશ્કેલ છે. આપને જણાવી દઈએ કે, Tata Nexonની વધુ રેન્જ વર્ઝન એપ્રિલમાં એટલે કે આ મહિને વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. નવું ટાટા પંચ અલ્ટ્રોઝ સાથે ALFA આર્કિટેક્ચર પણ શૅયર કરે છે, અને તેને પ્લેટફોર્મ ઇલેક્ટ્રિક વાહનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યારે, આશા છે કે પંચનો ઇલેક્ટ્રિક અવતાર પણ 6 તારીખે રજૂ કરવામાં આવી શકે.

Advertisement

અહેવાલ મુજબ, ટાટાએ પહેલાથી જ પુષ્ટિ કરી છે કે તેના ભાવિ ઇલેક્ટ્રિક વાહનો Ziptron પાવરટ્રેન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. તેથી, કાર લિથિયમ-આયન બેટરી પેક સાથે આવશે જેમાં IP-67 પ્રમાણપત્ર અને 8-વર્ષની વોરંટી હશે. એ જ નવી Ziptron પાવરટ્રેન સાથે, કારની રેન્જ 250 કિમીથી વધુ હશે. એટલે કે, જો આ નવું મોડલ Tata Nexon EV હશે, તો તે વર્તમાન મોડલમાં 30.2 kWh યુનિટને બદલે 40 kWh બેટરી પેક સાથે આવશે. જેની રેન્જ 400 કિમીથી વધુ હશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!