33 C
Ahmedabad
Thursday, May 2, 2024

કોંગ્રેસ હવે નોકરીયાત વર્ગના હક્કોને લઈને પણ ખુલીને વિરોધ કરશે – જગદીશ ઠાકોર


કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નોકરીયાત વર્ગ કે જેઓ પોતાના હક્ક માટે લડતા હોય છે તેમના હક્ક માટે હવે કોંગ્રેસ લડશે તેવું જગદિશ ઠાકોરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી મીડીયા સમક્ષ આ વાત કરી હતી.

Advertisement

કોંગ્રેસના જગદિશ ઠાકોરો રાજ્યમાં થઈ રહેલા વિરોધને લઈને આકરા પ્રહાર કર્યા હતા. સરકાર ડરાવીને સસ્પેન્ડ કરી રહી છે. કેટલાકના પગાર બંધ કરી રહી છે. હવે આ આંદોનોને કોંગ્રેસ સપોર્ટ કરશે, તે પ્રકારની વાત આજે કોંગ્રેસ તરફથી જગદિશ ઠાકોર દ્વારા કહેવામાં આવી હતી. ખાસ કરીને તેમને એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારી કર્મચારીઓ ડરતા હાેય છે કે, મીડીયામાં અમારો ચહેરો બતાવશે તો તેમની નોકરીને જોખમ છે તેવું તેઓ માનતા હાેય છે. પરંતુ નાની મોટી નોકરીમાં રહેનારને બીજેપી કાઢી મુકતી હોય છે તેવો આક્ષેપ વિરોધ કરતા લોકોને ધ્યાનમાં રાખીને તેમને કર્યો હતો આ સાથે એ આશ્વાસન પણ આપ્યું હતું કે પરંતુ હવે અમે તેમના હક્કો માટે લડીશું તે પ્રકારની વાત વિરોધ પક્ષ તરફથી જગદિશ ઠાકોરે જણાવી હતી.

Advertisement

અગાઉ કોંગ્રેસ દ્વારા આધદિવાસીઓના હક્કોને લઈને ગાંધીનગરમાં જે રેલી કરવામાં આવી હતી તેના ઉંડા પડઘાઓ પડ્યા હતા જેના કારણે સરકારે તાપી પાર યોજના બંધ રાખી હતી. કોંગ્રેસનો આ વિરોધ સફળ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોનો વીજળી અપાવવાથી લઈને તમામ પ્રકારના મોંધવારી સહીતના વિરોધો પણ કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!