31 C
Ahmedabad
Monday, May 6, 2024

ભાઈ-બહેન ની બોર્ડની પરીક્ષા દરમિયાન પિતાનું નિધન, પેપર આપી પુત્રએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા


પાટણ જિલ્લામાં રહેતા અને ધોરણ 10-12ની પરીક્ષા આપી રહેલા ભાઈ-બહેને મુશ્કેલ ઘડીમાં પણ પરીક્ષા આપી પરીક્ષાર્થીઓને સંદેશ આપ્યો છે. બોર્ડની પરીક્ષા દરમિયાન પિતાએ સાથ છોડ્યા બાદ પણ પુત્ર-પુત્રીએ નાસીપાસ થવાના બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરી પિતાનું સપનું પૂર્ણ કરવામાં લાગી ગયા છે. પિતાના નિધન બાદ પુત્રએ પેપર આપીને જ પિતાની અંતિમવિધિ કરી હતી. કુદરત પણ જાણે આ ભાઈ-બહેનની બોર્ડની પરીક્ષાની સાથે જિંદગીની પણ કસોટી કરી રહ્યો હોય.

Advertisement

પાટણ શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલ અમરદીપ સોસાયટીમાં રહેતા અને મુન્દ્રા ખાતે જિંદાલ કંપનીમાં ફરજ બજાવતા નિતિનભાઈ જયંતીભાઈ પ્રજાપતિની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી પુત્રી મહેક અને ધોરણ 10માં અભ્યાસ કરતા વેદની પરીક્ષા હોવાથી એક સપ્તાહની રજા મૂકી મુન્દ્રાથી પાટણ આવ્યા હતા અને પોતાના બન્ને દીકરા-દીકરીને બોડૅની પરીક્ષા માટે પ્રોત્સાહિત કયૉ હતાં. પરંતુ કમૅની ગતિને કોણ જાણી શક્યું છે? તેમ બોડૅની પરીક્ષાનાં શરૂઆતનાં ત્રણ દિવસ પોતાના પુત્ર અને પુત્રીને પરીક્ષા સેન્ટર પર મુકવા લેવા જઈને ધરે આવી પરીક્ષાનું પેપર સોલ્વ કરાવી પોતાના દીકરો અને દીકરી ડોક્ટર બને તેવી ખેવના વ્યકત કરી હતી. પોતાનો દીકરો-દીકરી ડોકટર બની પ્રથમ ઇંજેક્શન પોતાને આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ રવિવારે મોડી રાત્રે ફિચાલ ગામે રમેલમાંથી આવ્યા બાદ અચાનક નિતિનભાઈને છાતીમાં દુખાવો ઉપડતાં તેઓને તાબડતોબ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સોમવારની વહેલી સવારે નિતિનભાઈનું નિધન થયું હતું.

Advertisement

બોર્ડની પરીક્ષા આપ્યા બાદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા

Advertisement

પરિવારનાં સગા સંબંધીઓ બહારગામ રહેતા હોય અંતિમવિધી માટે રાહ જોવાઈ રહી હતી. બન્ને દીકરા- દીકરીને સોમવારે સવારે 10-00 કલાકે બોર્ડનું ચોથુ પેપર હોય પરિવારજનોએ બન્ને બાળકોને હિંમત આપી પરીક્ષા માટે મોકલ્યાં હતાં અને પરીક્ષા આપી ને આવ્યા બાદ ધો 10 માં અભ્યાસ કરતા વેદે પોતાના પિતાના પાથિવદેહને મુખારવિંદ આપી અંતિમ વિદાય આપી હતી.

Advertisement

પિતાનું સપનું પૂર્ણ કરવા ભાઈ-બહેન કરી રહ્યા છે મહેનત

Advertisement
 મૃતક નિતિનભાઈની ઈચ્છા પોતાના બંને સંતાનો ડોકટર બને તેવી હતી. જો કે, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. મહેક અને વેદ પોતાના પિતાનું સપનું પૂર્ણ કરે તે પહેલા જ પિતાએ સાથ છોડી દેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જો કે, બંને ભાઈ બહેન હિંમત હાર્યા વગર પોતાના પિતાના સપનાને સાકાર કરવા માટે બોર્ડના બાકી રહેલા પેપર પણ આપી રહ્યા છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!