30 C
Ahmedabad
Saturday, May 4, 2024

પૈસા ફેંક તમાશા દેખ : ગાંધીનગરથી આખેઆખું ડુપ્લિકેટ પોલીસ ભરતી બોર્ડ ઝડપાયું


ગાંધીનગરથી આખેઆખું ડુપ્લિકેટ પોલીસ ભરતી બોર્ડ ઝડપાયું છે. ગાંધીનગર પોલીસની જાગરૂકતાને કારણે રાજ્યવ્યાપી આ કૌભાંડ ઝડપાયું.

Advertisement

ગાંધીનગરના દહેગામ પાસે આવેલ એક ટ્રેનિંગ એકેડેમીમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમી આધારે રેડ કરવામાં આવી હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરાવી આપવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચુક્યાનો તેમના પર આરોપ સિદ્ધ થયેલ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી એકેડમીમાં મૌજૂદ પોલીસ યુનિફોર્મ, લેપટોપ, ફરજી કોલ લેટરો અને રોકડ રકમ તાબામાં લીધી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર ગાંધીનગરનાં દહેગામ પાસે આરોપીઓ ડુપ્લિકેટ પોલીસ ભરતીની એકેડમી ચલાવતા હતા, જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરાવી આપવાની ગેરંટી સાથે કરોડો રૂપિયા ઠગી લીધા હતા. પરંતુ ગાંધીનગર પોલીસની જાગરુકતાએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. અને બાતમીને આધારે જ્યારે પોલીસે રેડ કરી હતી, તે દરમ્યાન 3 આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. એકેડમી સેન્ટરમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસનો યુનિફોર્મ, લેપટોપ, ફરજી કોલ લેટરો અને રોકડ રકમ કબજે કરી ત્રણેય આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!