32 C
Ahmedabad
Friday, May 3, 2024

બનાસકાંઠા : ડીસા ઉત્તર પોલીસ દ્વારા દેશભરમાં મોબાઈલ ઉપર સાયબર ક્રાઈમ આચરતી ગેંગનો પર્દાફાશ


મેરા ગુજરાત, ડીસા

Advertisement

ડીસામાં દેશભરમાં મોબાઈલ ઉપર સાયબર ક્રાઈમ આચરતી ગેંગનો પર્દાફાશ

Advertisement

ડીસા ઉત્તર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ઝારખંડથી ઝડપી

Advertisement

બનાસકાંઠા જિલ્લાની ડીસા ઉત્તર પોલીસે મોબાઇલમાં ફોન પે અને ગૂગલ પેના અધિકારી તરીકે ઓળખ આપી ગ્રાહકોના મોબાઈલ ઉપર કેશ બેકની લોભામણી લાલચ આપી ગ્રાહકોને લિંક ઉપર ક્લિક કરવાનું કહી મોટી રકમની છેતરપિંડી આચરનાર ગેંગના છ જેટલા સાગરીતોને ઝારખંડથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી ઝડપી પાડયા છે. આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત, ઉત્તરપ્રદેશ, તેલંગણા, દિલ્હી મહારાષ્ટ્ર, ઓરિસા, તામિલનાડુ, હરિયાણા, ઝારખંડ,  આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ, મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

Advertisement

ઝડપાયેલા આરોપીઓમાં સંતોષ મહરા માથુર મહરા રહે.તંગીડિહ જિ. દેવધર, અરુણકુમારદાસ ઉપેન્દ્રદાસ, મુકેશદાસ સુરેશદાસ, મુન્નાદાસ કારુદાસ, રમેશદાસ સુરેશદાસ મહરા અને ચંદનદાસ ડીનેશ્વર મહરા (તમામ રહે. રંગમટીયા. ઝારખન્ડ) નો સમાવેશ થાય છે. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!