35 C
Ahmedabad
Thursday, May 2, 2024

પોલીસ પર યુવરાજ દ્વારા કાર ચડાવી દેવાના આક્ષેપ મામલે ગાંધીનગર પોલીસે ફૂટેજ આપ્યા


ગાંધીનગર પોલીસ દ્વારા ગઈ કાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગઈ કાલે પોલીસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, યુવરાજ સિંહ પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો આક્ષેપ લગાવ્યો હતો ત્યારે આ મામલે આજે ગાંધીનગર પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ ફૂટેજ પણ ગાંધીનર પોલીસ યુવરાજના કાર ચડાવી દેવાના આપ્યા હતા.

Advertisement

307 અને 332 ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વીડીયો જાહેર કરવામાં આવ્યાે છે. જેમાં કાર ચડાવી દેવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તેમાં વીડિયોમાં સ્પસ્ટ દેખાઈ રહ્યું છે.

Advertisement

જેમાં યુવરાજ સિંહની કારની અંદર જ એક કેમેરો હતો આ યુવરાજ સિંહના કેમેરામાં આ સમગ્ર હરકત કેદ થઈ છે. યુવરાજ સિંહ પાસેથી મળેલો કેમેરા સહિતનો સામાન એફએસએલમાં મોકલવામાં આવશે. તેવું ગાંધીનગર આઈ.જી. અભય ચૂડાસમાએ કહ્યું હતું.

Advertisement

ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીઓ વધી શકે છે. ગાંધીનગર આઈ.જી. અભય ચુડાસમાં એ કહ્યું કે, ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મી પર કાર ચલાવનાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારની હરકત પોલીસ કર્મી પર કાર ચલાવી દેવાના પ્રયાસની ચલાવી લેવામાં નહીં આવે. પોલીસ કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો છતાં યુવરાજે બોનેટ પર બેઠેલા પોલીસ કર્મી હોવા છતા પણ કાર ચલાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!