30 C
Ahmedabad
Friday, May 10, 2024

#IPL2022 : IPLમાં ઘાતક પ્રદર્શન કરી રહ્યા છે આ ખેલાડી, ટૉપ પર છે દિલ્હીના ધુરંધરો


IPL 2022માં અત્યાર સુધીની તમામ મેચ ખૂબ જ રોમાંચક રહી છે. ઘણા યુવા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા છે. કદાચ આવનારા સમયમાં આ ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં રમવાની તક આપવામાં આવે. તો ચાલો જાણીએ કે કયા એવા 5 અનકેપ્ડ પ્લેયર્સ છે જેમણે પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે.

Advertisement

1. આયુષ બદોની
દિલ્હીનો આયુષ બદોની, જે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે, હાલમાં સારા ફોર્મમાં છે. લખનૌએ તેને માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેને આ સિઝનમાં લખનૌ તરફથી રમાયેલી તમામ મેચોમાં રમવાની તક આપવામાં આવી છે. આ દરમિયાન આયુષે તેની IPL ડેબ્યૂ મેચમાં જ 54 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત તેણે ચેન્નઈ સામે 19 રન બનાવીને ટીમને શાનદાર જીત અપાવી હતી. રાહુલે તેનું નામ બેબી એબી રાખ્યું છે.

Advertisement

2. તિલક વર્મા
IPL ઓક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે તિલક વર્માને 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈના આ ખેલાડીએ રાજસ્થાન સામે 61 રનની ધમાકેદાર ઈનિંગ રમીને સાબિત કર્યું કે તે પણ કોઈથી કમ નથી. પરંતુ આ મેચમાં મુંબઈને રાજસ્થાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જો તે આવું જ શાનદાર પ્રદર્શન કરતો રહેશે તો કદાચ એક દિવસ તે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે.

Advertisement

3. લલિત યાદવ
રિકી પોન્ટિંગ લલિત યાદવની બેટિંગથી ખૂબ જ પ્રભાવિત થયા છે. દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીને હરાજી દરમિયાન માત્ર 65 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને ટીમમાં સામેલ કર્યો હતો. આ સિવાય દિલ્હી કેપિટલ્સ માટે પહેલી જ મેચમાં લલિતે 38 બોલમાં 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Advertisement

4. જમ્મુ-કાશ્મીરના ઉમરાન મલિક
ઉમરાન મલિકે પોતાની સ્પીડથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેની સ્પીડ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ઘણી વખત તેણે 150 કિમીની ઝડપે બોલ ફેંક્યો છે. એટલું જ નહીં રવિ શાસ્ત્રીએ તેને ભવિષ્યનો સ્ટાર બોલર ગણાવ્યો છે. તે હૈદરાબાદ ટીમનો ભાગ છે.

Advertisement

5. જીતેશ શર્મા
જીતેશ શર્માને પંજાબ કિંગ્સે માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો અને પોતાની ટીમમાં સામેલ કર્યો. પરંતુ તેની શાનદાર બેટિંગ અને વિકેટકીપિંગ માટે દરેક તેના વખાણ કરી રહ્યા છે. આશા છે કે જીતેશ પણ આવનારા સમયમાં ઘણો આગળ વધશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!