34 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ઇકો કારની બોનેટ અને બંમ્પરમાં વિદેશી દારૂ સંતાડી હેરાફેરીનો પર્દાફાશ : જીલ્લા LCB પોલીસે ભિલોડાના ટોરડા નજીક 213 બોટલ ઝડપી


ઇકો કારની બોનેટ અને બંમ્પરમાં વિદેશી દારૂ સંતાડી હેરાફેરીનો પર્દાફાશ : જીલ્લા LCB પોલીસે ભિલોડાના ટોરડા નજીક 213 બોટલ ઝડપી

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ભિલોડાને ઉંઘતી રાખી ટોરડા નજીકથી ગુપ્તખાનામાં દારૂ સંતાડી પસાર થતી ઇકો કાર સાથે ઇડર કાનપુરના બુટલેગરને દબોચી લેતા ભિલોડા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે એલસીબી પોલીસે ઇકો કારમાંથી 1.51 લાખથી વધુના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જીલ્લાની આંતરરાજ્ય સારહદો પરથી વીદેશી દારૂને અટકાવવો જીલ્લા પોલીસતંત્ર માટે પડકારજનક સાબિત થઇ રહ્યો છે.

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ હેઠળ સઘન પેટ્રોલિંગ હાથધર્યું હતુ એલસીબી પોલીસને રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી ઇકો કાર ટોરડાના માર્ગે પસાર થવાની બાતમી મળતા પોલીસ નાકાબંધી કરી બાતમી આધારીત ઇકો કાર આવતાં ઇકો કારને અટકાવી તલાસી લેતા કારના આગળનાં બોનેટમાં અને બમ્પરમાં બનાવેલ ગુપ્તખાનું મળી આવ્યું હતું ગુપ્તખાનામાં કાગળમાં વીંટાળેલ વિદેશી દારૂની બોટલ નંગ-213 રૂ.1.51 લાખથી વધુના જથ્થા સાથે ઇડર કાનપુરના બુટલેગર અરવિંદસિંહ પ્રેમસિંહ ચૌહાણને દબોચી લઇ 4.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!