35 C
Ahmedabad
Thursday, May 2, 2024

સાબરકાંઠા : SOGએ પશુચોર મુલતાની ગેંગના જલાલને દબોચ્યો, પશુ ચોરીમાં તલોદ પો.સ્ટેમાં ‘વોન્ટેડ’


સાબરકાંઠા SOG એ પશુ ચોરીના ગુનાના વોન્ટેડ આરોપીને હિંમતનગર બસ સ્ટેશન નજીકથી ઝડપ્યો

Advertisement

જિલ્લા પોલિસ વડા વિશાલ વાઘેલાએ ચાર્જ સંભળતાની સાથે કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કર્યું

Advertisement

સાબરકાંઠા જીલ્લા પોલીસવડા વિશાલ વાઘેલાએ ચાર્જ સંભળાતાની સાથે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા જીલ્લા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે જિલ્લા એસઓજી પોલીસે હિંમતનગર બસસ્ટેન્ડ નજીકથી કુખ્યાત પશુ ચોર મુલતાની ગેંગના સાગરિત જલાલ મુલતાનીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જલાલ મુલતાની તાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ચોરીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો હતો

Advertisement

સાબરકાંઠા એસઓજી ઇન્ચાર્જ પીઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ મુલતાની ગેંગનો અને મોડાસા ચાંદટેકરી વિસ્તારમાં રહેતો જલાલ સફી મુલતાની પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી દીધી હતી બાતમી આધારીત શખ્સ આવી પહોંચતા એસઓજી પોલીસે દબોચી લીધો હતો પશુ ચોર ગેંગના સાગરીતને એસઓજી પોલીસે ઝડપી લેતા મોતિયા મરી ગયા હતા એસઓજી પોલીસે જલાલ મુલતાનીની અટકાયાત કરી તલોદ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવા તજવીજ હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!