30 C
Ahmedabad
Thursday, May 9, 2024

સાવરકુંડલા : સામાજીક અગ્રણી જીવનભાઈ કાબરિયાના દાંપત્યજીવનના 50 વર્ષ પૂર્ણ, લાયન્સ ડે રીસોર્ટમાં ઉજવણી


સાવરકુંડલાના રાજકીય સામાજીક અગ્રણી જીવનભાઈ કાબરિયાના સફળ દાંપત્યજીવનના પચાસ વર્ષ પુર્ણ

Advertisement

લાયન્સ ડેન રીસોર્ટ- દુધાળામાં યોજાયો ભવ્ય મનોરથ, અનેક નામી હસ્તીઓ ઉપસ્થિત રહી

Advertisement

Advertisement

સાવરકુંડલામાં રહેતા જીવનભાઈ કાબરિયાના નામ અને કામથી પરિચીત ના હોય તેવા ભાગ્યેજ કોઈ માણસ સાવરકુંડલા કે અમરેલી જીલ્લામાં હશે. રાજકીય કારકીર્દી અને ત્યાર બાદ સામાજીક દાયીત્વ તેમણે સુપેરે નિભાવ્યું છે. અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકીર્દી અને ત્યાર બાદ વ્યવસાય અને રાજનીતીમાં પોતાનુ સ્થાન જમાવ્યા બાદ હાલ તેઓ અંશત નિવૃત જીવન વિતાવી રહ્યાં છે. તેમના ત્રણ પુત્રો , વિપુલભાઈ કાબરિયા, નિરજભાઈ કાબરિયા   અને મનનભાઈ  કાબરિયાએ અમદાવાદમાં પીતાને ગૌરવ થાય તેવુ બીઝનેસ એમ્પાયર ઉભુ કર્યુ છે. કાબરિયા ગૃપ કન્સ્ટ્રકશન ઉદ્યોગમાં આગવુ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત આ પરિવારે રુદ્ર કોમ્પલેક્ષસ એમ લીવીંગ જેવી અત્યાધુનિક રેસીડેન્સી અને કમર્શીયલ સાઈડ સફળતાપુર્વક પાર પાડી છે. ત્રણે ભાઈઓ પોત પોતાના ક્ષેત્રમાં અવ્વલ સ્થાન પર છે.

Advertisement

Advertisement

કાબરિયા પરિવારે અમરેલી જીલ્લાને એક ભવ્ય ટુરિસ્ટ પ્લેસ અથવા તો વિક એન્ડ બંગ્લોઝ-રીસોર્ટની અદ્ભભુત ભેટ આપી છે. દુધાળા નજીક આવેલા લાયન્સ ડેન સમગ્ર ગુજરાત અને વિદેશમાં વસતા એનઆરઆઈની સૌથી માનીતી ટુરિસ્ટ જગ્યા છે. વિશાળ બંગલાઓ, અત્યાધુનિક સગવડતા અને થ્રી સ્ટાર સુવિધા અને સર્વીસ એ લાયન્સ ડેનની ઓળખ છે. આ જ લાયન્સ ડેનમાં જીવનભાઈ કાબરિયા પરિવાર દ્વારા કૂંટુંબના મોભીનુ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

Advertisement

ગત તારીખ 3 એપ્રિલના રોજ લાયન્સ ડેન રિસોર્ટમાં જીવનભાઈ કાબરિયાના લગ્ન જીવનના પચાસ વર્ષ પુર્ણ થયાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે અમરેલી ગૃહના દ્વારકેશ લાલજી મહારાજની વિશેષ ઉપસ્થીતી રહી હતી. આ ઉપરાંત આ પ્રસંગે સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય જે.વી.કાકડિયા, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, કરજનનાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ,ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા વગેરે ઉપસ્થીત રહ્યાં હતા.
આ ઉપરાંત દિલીપભાઈ સંઘાણી, પરષોત્તમ રૂપાલા સાહેબ,પરેશભાઈ ધાનાણી, કૌષિકભાઈ વેકરીયા, મુકેશભાઈ સંઘાણી, બાલુભાઈ તંતી, વિરજીભાઈ ઠુમ્મર, મુકેશ પટેલ, લલિત વસોયા અને વિ.ડી.ઝાલાવડિયા વગેરેએ ટેલિફોનીક શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Advertisement

જીવનભાઈ કાબરિયાના અંગતમિત્રો અને તેમના સહઅધ્યાયીઓ સહ કુટુંબ બે દિવસ માટે લાયન્સ ડેન રિસોર્ટમાં આ ઉત્સવમાં હૌંશભેર ભાગ લીધો હતો. બે દિવસ ચાલેલા આ ઉત્સવમાં ધાર્મીક વિધી ઉપરાંત સમગ્ર પરિવારના તમામ અબાલ વૃધ્ધ સભ્યો, નજીકના મીત્રો અને સગા સંબંધીઓની સાથે ભોજન અને અલગ અલગ કાર્યક્રમો હૌંશભેર ઉજવવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ રાજકીય આગેવાનો અને જીવનભાઈના મીત્રોએ જીવનભાઈના લાંબા અનુ સુખી આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!