30 C
Ahmedabad
Tuesday, May 28, 2024

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થનમાં આવ્યું ગુજરાત રાજ્ય કરાર આધારિત મહામંડળ, Video માં સાંભળો શું કહ્યું..


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડને લઇને ગુજરાત રાજ્ય કરાર આધારિત કર્મચારીઓના આગેવાનોએ સમર્થન કર્યું છે. ગુજરાત રાજ્ય કરાર આધારિત મહામંડળના સંયોજક અમિત કવિએ કહ્યું, યુવરાજસિંહના સમર્થનમાં તમામ લોકોનો સાથ જોઇએ. વિદ્યાર્થી નેતા માટે NSUI, ABVP તેમજ તમામ રાજકીય પાર્ટીઓએ આગળ આવવું જોઇએ અને વિદ્યાર્થીઓના હિત માટે લડનાર યુવાન માટે અવાજ ઉઠાવવો જોઇએ.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા યુવા નેતા યુવરાજસિંહના ધરપકડ થતાં કરણી સેના સમર્થનમાં આવી હતી. કરણી સેનાના પ્રમુખ જે.પી.જાડેજાએ યુવરાજસિંહની ધરપકડનો વિરોધ કર્યો છે, તેમણે કહ્યું હતું કે, સરકારને ઉપયોગી થનાર અને ભ્રષ્ટાચાર સામે લડનાર લડતા હોય તેવા લોકોની ધરપકડ કરી ગંભીર કલમો લગાવી તેનો સમગ્ર ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના વિરોધ કરે છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, યુવરાજસિંહ શિક્ષિત યુવક છે અને કોઇ ગુનાહિત ઇતિહાસ નથી, આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જો આમ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં રાજપૂત સમાજના રોષનો સામનો કરવો પડી શકે છે..

Advertisement

સાંભળો કરાર આધારિત કર્મચારી મહામંડળના સંયોજકે શું કહ્યું.

Advertisement

Advertisement

શું હતો સમગ્ર મામલો

Advertisement

વિદ્યાસહાયકના આંદોલન દરમિયાન યુવરાજસિંહે પોલીસ ગાંધીનગર એસ.પી. ઓફિસમાં ઘૂસીને પોલિસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હોવાનું પોલિસે જણાવ્યું હતું. આ સાથે જ પોલોસ કોન્સ્ટેબલ પર પોતાની ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, પોલિસ કર્મચારી પર ગાડી ચઢાવી દેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો પોલિસે જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલિસે યુવા નેતા યુવરાજસિંહની ધરપકડ કરી હતી.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબૂક પેજ Mera Gujarat ને લાઈક અને શેર કરો, વીડિયો માટે અમારી YouTube ચેનલ Mera Gujarat સબસ્ક્રાઈબ કરો. અમારૂ ટ્વીટર હેન્ડલ છે @MeraGujarat2022

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!