33 C
Ahmedabad
Thursday, May 2, 2024

સાબરકાંઠા : નવા SP આવતા ની સાથે ગાંજાની ખેતીનો પર્દાફાશ, વિજયનગરના ભાભુડીમાં મગફળીના ખેતરમાં 699 છોડ મળ્યા


સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધીરે-ધીરે ગાંજાની હેરા-ફેરી તેમજ અન્ય માદક પદાર્થોનો પોલિસ પર્દાફાશ કરી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના નવા પોલિસ વડા વિશાલ વાઘેલા આવતાની સાથે જ ગાંજાની ખેતીનો વિજયનગર પૉલિસે પર્દાફાશ કર્યો છે. પૉલિસે વિજયનગરના ભાભુડીમાં મગફળના ખેતરમાં વાવતર કરાયેલ ગાંજાના 699 છોડ પકડી પાડ્યા છે. સાબરકાંઠાના વિજયનગર પૉલિસ ની ટીમએ બાતમીના આધારે દરોડા પાડીને ગાંજાના છોડ કબજે કર્યા છે.

Advertisement

Advertisement

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પોલિસ વડાની મોટાપાયે બદલીઓ કરી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના નવા પોલિસ વડા વિશાલ વાઘેલાએ આવતાની સાથે જ પોલિસની અટલ અલગ ટીમ સક્રિય થઇ છે અને પ્રોહિબિશન ડ્રાઈવ તેમજ માદક પદાર્થો પકડવા માટે વિશેષ ઝૂંબેશ હાથ ધરી હતી. પૉલિસે બાતમી મળી હતી કે, વિજયનગરના ભાભુડીમાં મોલાભાઈ દેવાભાઈ ડામોર મગફળીના વાવેતર કરેલ ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ છે. જે ચોક્કસ બાતમીના આધારે પૉલિસ ની ટીમ એ દરોડા પાડ્યા હતા. પોલિસે ખેતરમાં વાવેલ ગાંજાના 699 છોડ પકડી પાડ્યા છે, જેનો કુલ છોડનું વજન 34.50 કિ.લો ગાંજાનો જથ્થો થવા પામે છે. પોલિસે કુલ 3,46, 800 રૂપિયાના ગાંજાના છોડનો જથ્થો જપ્ત કરીને મોલાભાઈ દેવાભાઈ ડામોર સામે NDPC એક્ટ 1985 ની કલમ 8(C), 20(A) (B) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સાબરકાંઠાના નવા પોલિસ વડા વિશાલ વાઘેલાની ટીમ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા અને પ્રોહિબિશન કામગીરી સાથે સંડોવાયેલા ઇસમો હવે ભૂગર્ભમાં ઉતરવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!