37 C
Ahmedabad
Thursday, May 2, 2024

ગાંધીનગર : રાજ્ય પોલીસવડાના હસ્તે ગાંધીનગર સી.આઈ. સેલની ટીમ કમાન્ડેશન ડીસ્ક અવોર્ડથી સન્માનિત , PSI શર્માની શ્રેષ્ઠ કામગીરી


પૂર્વ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યમાં ફરજ બજાવતા અધીકારીઓ અને કર્મચારીઓની સારી કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહીત કરવા ડી.જી.પી કમાન્ડેડ અવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સતત બીજા વર્ષે રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયાના હસ્તે રાજ્યમાંથી આ અવોર્ડ માટે પસંદગી થયેલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કરાઈ પોલીસ એકેડેમી ખાતે અવોર્ડ આપી સન્માનિત કર્યા હતા જેમાં ગાંધીનગર સી.આઈ.સેલની ટીમ અને ગાંધીનગરના બે પીઆઇને પણ કમાન્ડેશન ડીસ્ક અવોર્ડથી સન્માનિત કર્યા હતા.

Advertisement

ગાંધીનગર સી.આઈ.સેલના ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઈ શર્મા અને તેમની ટીમે 17 મે 2021 ના રોજ ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના દાંડા ગામની સીમમાંથી ઓએનજીસીના કુવામાંથી તેલની ચોરી કરતા કુખ્યાત 11 તેલ માફિયાઓને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા સમગ્ર ઓપેરેશન સી.આઈ.સેલના પીએસઆઈ શર્મા અને ત્રણ પોલીસ કર્મીઓએ બાતમીના આધારે પાર પાડ્યું હતું જેની નોંધ ગુજરાત પોલીસ સુધી લેવામાં આવી હતી સી.આઈ સેલની શ્રેષ્ઠ કામગીરીને ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ કમાન્ડેશન ડીસ્ક અવોર્ડથી નવાજી હતી.

Advertisement

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરદીપસિંહ ઝાલા અને ટ્રાફિક પીઆઇ મનિષા પુવારની સારી કામગીરીને લીધે પસંદગી કરવામાં આવી હતી અને કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માનિત કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!