37 C
Ahmedabad
Saturday, May 18, 2024

Paper leak : ધોરણ 10 બૉર્ડનું હિન્દી દ્રિતીય ભાષાનું સૉલ્વ કરેલ પેપર વાઇરલ, પરીક્ષાર્થી અને વાલીઓમાં રોષ


ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની સાથે પરીક્ષામાં ગેરરીતિ ઘટનાઓ સતત બહાર આવી રહી છે ત્યારે ધો. 10 બોર્ડનું હિન્દી દ્રિતીય ભાષાનું પેપર પરીક્ષાનો સમય પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયામાં પેપર સોલ્વ કરેલ વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો હતો. બોર્ડનું પેપર વાયરલ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તેમજ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરનાર તત્ત્વો સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી. પેપરલીક થતા ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે દરેક જીલ્લાના જીલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપ્યા છે.

Advertisement

ધોરણ-10 બોર્ડનું હિન્દી દ્વિતીય ભાષાનું પેપર સોશિયલ મીડિયામાં લીક થતા બોર્ડના ચેરમેને આ પેપર બપોરે 1 વાગ્યાની આસપાસ ફરતું થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે, જેમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષા પેપર આપી વહેલો બહાર નીકળી ગયો હોય અને તેણે સોલ્વ કરીને કોઇને સોશિયલ મીડિયા પર મોકલ્યું હોય અને તે વાયરલ થયું હોય તેમ બની શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!