32 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી : માલપુરમાં 53.73 લાખના ઑનલાઇન બેંકિંગ ફ્રૉડમાં મોડાસાના જનતા મોબાઇલમાંથી આરોપીઓએ સીમ ખરીદ્યા હતા, 2 ની ધરપકડ


ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે રાજ્યમાં દર વર્ષે લોકો ઓનલાઇન બેંકિંગ નો ભોગ બની લાખ્ખો રૂપિયા ગુમાવી ચૂક્યા છે ઓનલાઈન ફ્રોડ કરતા માફીયાઓ એનકેન રીતે લોકોને શિકાર બનાવી રહ્યા છે હવે તો ઓનલાઇન બેંકિંગ અને અન્ય સેવાઓ માટે આપવામાં આવતા મોબાઈલ નંબર બંધ કરી એજ નંબરનું સીમકાર્ડ ગેરકાયદેસર રીતે મેળવી બેંકમાંથી રૂપિયા સેરવી લેતા હોય છે અરવલ્લીના માલપુરમાં રહેતા એક વ્યક્તિનું સીમકાર્ડ બંધ કરી 53.70 લાખ રૂપિયા બેંકિંગ માફીયાઓએ સેરવી લેતા ભારે ચકચાર મચી હતી જે અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધતાં માલપુર પોલીસ અને એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Advertisement

અરવલ્લી જિલ્લાના માલપુર નગર ના તબીબ ની પત્ની ઓનલાઈન ફોર્ડ નો ભોગ બન્યા હતા. જેમાં ડુપ્લિકેટ સીમ કોર્ડ એ મહત્વ ભૂમિકા ભજવી હતી. મોડાસા ટાઉન પોલીસની એસ.ઓ.જી ટીમે તાપસ કરતા મોડાસા ના બી.એસ.એન.એલ સીમ કાર્ડ ના ડીલર તેમજ સીમ વેચનાર ની આ અંગે ધરપકડ કરવામાં આવી છે .

Advertisement

કેટલાક દિવસો પહેલા માલપુર ના તબીબ ની પત્ની નું બી.એસ.એન.એલ નું અસલ સીમ.કાર્ડ બંધ કરાવી ડુપ્લિકેટ સીમ ના ઉપયોગ થી ઓ.ટી.પી મેળવી અલગ અલગ બેંક ખાતાઓમાં થી રૂ.53, 73000/- જેવી માતબર રકમ સેરવી લીધી હતી. આ અંગે મોડાસા ટાઉન પોલીસ ની એસ.ઓ.જી ટીમે તપાસ કરી હતી .જેમાં તપાસ દરમ્યાન ઇલેકટ્રોનિકસ સર્વેલન્સ તથા અરવલ્લી જીલ્લા સીસીટીવી ફુટેજ ( નેત્રમ ) ની મદદથી ગુન્હાના કામે વપરાયેલ સીમકાર્ડ મોડાસા માં આવેલ જનતા મોબાઇલ નામની બીએસએનએલ ડીસ્ટ્રીબ્યુટર્સની દુકાનેથી ખરીદ કરવામાં આવેલાનું પ્રાથમીક તપાસ દરમ્યાન જણાઇ આવ્યું હતું.

Advertisement

તપાસ માં જણાવા મળેલ કે મોબાઇલ કંપની તરફથી વેચાણ માટે આપવામાં આવતા સીમકાર્ડ નંબરોના રજીસ્ટરો વિગતવારના રીટેઇલર તરીકે નહીં નિભાવી , તેમજ સીમકાર્ડ ખરીદ કરવા આવનાર વ્યકિત જે દસ્તાવેજો આપે તે ફોટો આઇ.ડી.વાળા દસ્તાવેજોને પાસપોર્ટ સાઇઝના ફોટો સાથેની પ્રાથમિક ચકાસણી નહી કરી , જાહેરનામાનો ભંગ કર્યો હતો.જે અનુસંધાને મોડાસાના અમન પાર્ક માં રહેતા જનતા મોબાઇલના વહીવટી સંચાલક મકબુલહુસેન અનવરઅલી સૈયદ તથા તેઓની સાથે કામ કરતા ગોરીના ચોકમાં રહેતા મહમદઅનીસ મહમદરફીક પટેલ ની વિરૂધ્ધમાં ગુન્હો રજીસ્ટર કરી તેઓની ધરપકડ કરવામાં આવી છે .

Advertisement

અરવલ્લી SOG એ ઝડપેલા આરોપીઓ
1.મકબુલહુસેન અનવરઅલી સૈયદ રહે.મોડાસા, 82, અમનપાર્ક સોસાયટી, તા.મોડાસા, જી.અરવલ્લી
2.મહમદઅનીસ મહમદરફીક પટેલ રહે.મોડાસા, કસ્બા, ગોરીનો ચોક, તા.મોડાસા, જી.અરવલ્લી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!