39 C
Ahmedabad
Friday, May 3, 2024

મોડાસા અન્નપૂર્ણાની સુવાસના 29 વર્ષ પૂર્ણ, 30માં વર્ષમાં મંગલ પ્રવેશ થતાં વાર્ષિકોત્સવ ઉજવાયો


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવાકીય કામગીરી કરતી સંસ્થા અન્નપૂર્ણ ટ્રસ્ટને 29 વર્ષ પૂર્ણ થતાં 30 માં વર્ષમાં પ્રવેશ થતાં વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મોડાસાની શ્રી.સી.જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. લોક ડાઉન જેવા કપરા સમયમાં પણ લોકોની સેવા કરવામાં અન્નપૂર્ણા ટ્રસ્ટ આગળ રહીને હોસ્પિટલ સુધી ટિફિન સેવા પૂરી પાડી હતી.

Advertisement

Advertisement

અન્નપૂર્ણા ટ્રસ્ટની સેવાકીય કામગીરીની ઝલક

Advertisement
  1. હોસ્પિટલના દર્દીઓ માટે બે ટંક ભોજનની વ્યવસ્થા તે પણ રાહત દરે
  2. દાદા-દાદીનો વિસામો, વૃદ્ધો માટે નિરાંતનો સમય પસાર કરવા માટેની વ્યવસ્થા
  3. આંખની સારવાર તથા વિનામૂલ્ય મોતિયાના ઓપરેશન માટેની સેવા
  4. ઘરે બેઠા સારવાર લેતા દર્દીઓ માટે વોકર થી લઇને વ્હીલચેરની સેવા
  5. દર ઉનાળામાં અન્નપૂર્ણા ટ્રસ્ટ ખાતે છાશ વિતરણની સેવા

Advertisement

અન્નપૂર્ણા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી લોકોની સેવા માટે વિવિધ સેવાકીય કામગીરી કરીને 30માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ટ્રસ્ટીઓએ દાતાઓ તેમજ ટ્રસ્ટને મદદરૂપ થતાં સૌ લોકોનો આભાર માન્યો હતો, સાથે રાત-દિવસ અન્નપૂર્ણા ટ્રસ્ટ ખાતે કામગીરી કરતા કર્મચારીઓની સેવાને પણ બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણી બિપીનભાઈ શાહે તમામ લોકોને સેવાની પ્રસંશા કરી હતી.

Advertisement

Advertisement

મોડાસાની શ્રી.સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલા 30મા વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે માનવતાના કેળવણીકાર અને સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર મનસુખભાઈ સલ્લા, સંસ્થાના દાતા ચંદ્રવદન શાહ અને મનુભાઈ લાટીવાલા તેમજ અતિથિ વિશેષમાં મોડાસા નાગરિક બેંકના ચેરમેન દીપક શાહ અને મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબહેન ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અન્નપૂર્ણા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તેમજ શહેરના અગ્રણીઓ ખાસ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા

Advertisement

અન્નપૂર્ણા ટ્રસ્ટના મુખ્ય અતિથિઓએ પોતાના પ્રતિભાવો આપી ટ્રસ્ટની કામગીરી બિરદાવી,,

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!