35 C
Ahmedabad
Tuesday, May 14, 2024

રાજસ્થાનનો વોન્ટેડ બૂટલેગર બેચા ડામોર પોલિસ ઝાપ્તામાં આવ્યો : શામળાજી-ભિલોડા પો.સ્ટેમાં વોન્ટેડ હતો


અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો રાજસ્થાન રાજ્યને અડીને આવેલી હોવાથી રાજસ્થાનના અનેક બૂટલેગરો સામે જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં ગુન્હા નોંધાયેલા છે ભિલોડા પોલીસે છેલ્લા કેટલાય સમયથી પોલીસને હાથતાળી આપતા રાજસ્થાનના બોરકાપાની ગામના વોન્ટેડ બુટલેગર બેચરલાલ ઉર્ફે બેચા ડામોરને રાજસ્થાનની સરહદ પરથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

ભિલોડા પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતાં ભિલોડા અને શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો-ફરતો રાજસ્થાનના વીંછીવાડા તાલુકાના બોરકાપાની ગામનો બેચરલાલ ઉર્ફે બેચો વેલાભાઈ ડામોર રાજસ્થાન બોર્ડર પર આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે રાજસ્થાન બોર્ડર પર ગુપ્તરાહે વોચ ગોઠવી દીધી હતી બાતમી આધારીત બુટલેગર બેચો ડામોર આવતા પોલીસે કોર્ડન કરી લઇ દબોચી લેતા બુટલેગરે પોલીસ પકડમાંથી છૂટવા ભારે ધમપછાડા કર્યા હતો પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!