39 C
Ahmedabad
Friday, May 24, 2024

હિંમતનગરમાં મોડી રાત્રે ફરી ભડકી હિંસા, વણઝારાવાસ અને હસનનગરમાં પેટ્રોલ બોંબ ફેંકાયા


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામ નવમીના દિવસે બનેલી હિંસાની ઘટનાના બે દિવસ પછી પણ સ્થિતિ અજંપાભરી જોવા મળી રહી છે. સોમવાર મોડી રાત્રે અસામાજિક તત્વોએ પેટ્રોલ બોંમ્બ ફેંક્યાના વીડિયો વાઈરલ થયા છે. રામનવમીના દિવસે થયેલી હિંસા બાદ ફરી એકવાર ગઇકાલ મોડીરાત્રે હિંસા ભડકી હતી. હિંમતનગરના વણઝારાવાસમાં મોડીરાત્રે પેટ્રોલ ભરેલા બાટલા ફેંકવામાં આવ્યા હતા. ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. આ બાબતની જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Advertisement

હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. મામલો બેકાબુ બનતા શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી હતી. દિવસભર વાતાવરણ શાંત રહ્યા બાદ હિંમતનગરના વણઝારા વાસમાં ફરી હોબાળો થયો હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અંધારાનો લાભ લઈને અસમાજિક તત્વો દ્વારા હિંસા ભડકવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. હસનનગર વિસ્તારમાં પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાવામાં આવી હતી. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા અફરાતફરી સર્જાઈ હતી. ટોળાંઓએ સામસામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેકી હતી.

Advertisement

હિંમતનગર વિસ્તારમાં મોડીરાત્રે હોબાળો થયો હોવાની માહિતી મળતા પોલીસ વિભાગમાં એક્શનમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!