39 C
Ahmedabad
Sunday, April 28, 2024

TATA ઈલેક્ટ્રિક SUV: ફ્યૂચર ડિઝાઇન સાથે આવનાર ટાટાની નવી કારમાં હશે મોટી બેટરી અને હાઇ ડ્રાઇવિંગ રેન્જ


ટાટા મોટર્સ તાજેતરમાં તેની મધ્યમ કદની એસયુવી કાર, ટાટા કર્વને બજારમાં ઉતારવા જઇ રહી છે. આ મિડ સાઈઝની SUV કાર છે જે કૂપ સ્ટાઈલમાં આવે છે. આ કાર કદાચ આવતા વર્ષે એટલે કે 2023માં રજૂ કરવામાં આવશે. જોકે, કેટલીક વેબસાઈટ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે ફાઈનલ વર્ઝન અને કોન્સેપ્ટ વર્ઝનમાં ઘણા ફેરફારો જોવા મળશે.

Advertisement

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું કે આ કારને અન્ય ઈલેક્ટ્રિક કાર કરતા વધુ સારી બનાવવામાં આવી છે. તેમજ તેમાં જનરેશન 2 આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કારમાં મોટી બેટરી બેકઅપ મળશે, જેની મદદથી વધુ સારી ડ્રાઇવિંગ રેન્જ મળશે. Nexon EV ની તુલનામાં આ કારને વધુ સારી ડ્રાઇવિંગ રેન્જ મળશે.

Advertisement

Tata Curve માં ફીટ કરવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટરની સ્પીડ Tata Nexon કરતા ઘણી વધારે હશે. લીક્સ રિપોર્ટ અનુસાર, Tata Nexonનું અપડેટેડ વર્ઝન ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. આ અપડેટેડ વર્ઝન હેઠળ યુઝર્સને 40 kWh બેટરી મળશે, જે એક જ ચાર્જ પર સારી ડ્રાઈવિંગ રેન્જ મળશે, જ્યારે વર્તમાન મોડલમાં 30.2 kWh બેટરી આપવામાં આવી છે.

Advertisement

ટાટા કર્વમાં IC એન્જિન વર્ઝન પણ રજૂ કરવામાં આવશે, પરંતુ પહેલા કંપની ઇલેક્ટ્રિક વર્ઝન લાવવા જઈ રહી છે. સંભવતઃ તેમાં 1.5 લિટર ડીઝલ એન્જિન મળશે અને 1.5 લિટર પેટ્રોલ એન્જિન પણ મળશે. પેટ્રોલ વર્ઝન ચાર સિલિન્ડરનું હશે, જ્યારે ટર્બો પેટ્રોલ એન્જિન ત્રણ સિલિન્ડરનું હશે.

Advertisement

ટાટા કર્વ કારમાં હેડઅપ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે તાજેતરમાં મારુતિ સુઝુકી બલેનો 2022માં જોવા મળી હતી. કારમાં ખૂબ જ આકર્ષક અને સ્ટાઇલિશ ડેશબોર્ડ છે. કંપની આમાં બે હેડ-અપ ડિસ્પ્લેનો ઉપયોગ કરશે, જેમાં એક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે અને બીજું ડિજિટલ કન્સોલ છે, જેમાં સ્પીડ અને બેટરી લેવલ વગેરે ચેક કરી શકાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!