38 C
Ahmedabad
Thursday, May 2, 2024

માલપુરની મંગલપુર ગ્રામ પંચાયતને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ દિન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર


અરવલ્લી જિલ્લાના ગામડાઓ હવે વિકાસની દિશામાં રફ્તાર પકડી છે અને સરકાર દ્વારા અવોર્ડ મેળવી રહી છે, ત્યાર માલપુર તાલુકાની મંગલપુર ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના માલુપર તાલુકાની મંગલપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની દર વર્ષે 24મી એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે, જે સંદર્ભે દેશની 29 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની પંચાયતોને તેઓની પંચાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે વિવિધ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.જે અનુસંધાને અરવલ્લી જિલ્લાની મંગલપુર ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલને ભારત સરકારના પંચાયત વિભાગ દ્વારા વર્ષ 2020-21 માટે દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તીકરણ પુરસ્કાર વિજેતા ઘોષિત કરવામાં આવેલ છે. મંગલપુર ગ્રામ પંચાયતની સારી કામગીર બદલ આગામી રાષ્ટ્રીય પંચાયત દિન નિમિત્તે સરકાર તરફથી રૂ.15 લાખ અનુદાન અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ વર્ષ 2011 થી પંચાયતી રાજના ત્રણેય સ્તરો પર શ્રેષ્ઠ પ્રદર્શન કરતી દેશની ઉત્કૃષ્ટ અને ઉત્તમ સુશાસન કરનાર પંચાયતોને એનાયત કરવામાં આવે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!