39 C
Ahmedabad
Friday, May 3, 2024

ચીન : શાંઘાઈમાં કોરોનાના કેસ વધતાં લોક ડાઉન, ભારતીય કોન્સ્યુલેટ જનરલ રિમોટ મોડમાં કામ કરશે


ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોવિડ-19ની ગંભીર પરિસ્થિતિ અને લોકડાઉનન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનની સ્થિતિમાં શાંઘાઈમાં આવેલા ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉનમાં જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારતીય કોન્સ્યુલેટ જનરલ રિમોટ મોડમાં કામ કરશે.

Advertisement

શાંઘાઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ તરફથી બુધવારે એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “શાંઘાઈ શહેર શાંઘાઈ મ્યુનિસિપલ પીપલ્સ ગવર્નમેન્ટ દ્વારા અલગ-અલગ નિયમો હેઠળ શહેરને બંધ અને નિયંત્રિત રાખવાનું નક્કી કરાયેલું હોવાથી, કોન્સ્યુલેટ જનરલ ઑફ ઈન્ડિયા, શાંઘાઈ કોઈને મળશે નહી. તેથી વ્યક્તિગત રીતે કોન્સ્યુલર સેવાઓ મળી શકશે નહી.

Advertisement

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પૂર્વ ચીન ક્ષેત્રમાં ભારતીય નાગરિકો તાકીદની કોન્સ્યુલર સેવાઓનો લાભ લેવા માટે બેઇજિંગના ભારતીય દૂતાવાસમાં અરજી કરી શકે છે.” સ્થાનિક સરકાર દ્વારા પસંદગીના ઝોનમાં કેટલીક છૂટછાટોની જાહેરાત છતાં શાંઘાઈ હજુ પણ લોકડાઉનમાં છે. શાંઘાઈમાં મંગળવારે ફરીથી લગભગ 23000 નવા કોરોના કેસ નોંધાયા હતા. વધેલા કોરોના સંક્રમણ વચ્ચે સ્થાનિક પ્રશાસન કોઈ જોખમ લેવા માંગતું નથી જેથી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!