38 C
Ahmedabad
Thursday, May 2, 2024

ભરૂચ : લેડી સિંઘમ ડો.લીના પાટીલે પોલિસે બેડામાં સપાટો બોલાવ્યો, 24 કલાકમાં 31 પોલિસ કર્મીઓની બદલીથી ખળભળાટ


ભરુચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે ડો.લીના પાટિલે ચાર્જ સંભાળ્યા બાદ થી જ્યાં એક તરફ દારૂ,જુગારીઓ જેવા ગુનેગારો માં ફફડાટ છવાયેલો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવે એસ.પી ની એક્શનમોડ કામગીરીએ પોલીસ બેડામાં પણ ખળભળાટ મચાવ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લા પોલીસ માં બદલીઓનું વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ નું સર્જન થયું હતું,ગત રોજ ભરૂચ એસ.પી દ્વારા જિલ્લા ના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 20 પોલીસ કર્મીઓની ભરૂચ હેડ કવોટર્સ ખાતે બદલી કરાયા બાદ આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના ક્રાઇમ બ્રાંચ સહિત વિવિધ પોલીસ મથક ના P.I તેમજ PSI ની આંતરિક બદલીઓનું લિસ્ટ સામે આવ્યું હતું,

Advertisement

બદલીમાં ક્રાઇમ બ્રાંચ ના 3 PSI સહિત વિવિધ પોલીસ મથક ના અધિકારીઓની બદલી નો આદેશ કરવામાં આવ્યો હતો. આમ જિલ્લામાં છેલ્લા 24 કલાક માં અધકારીઓ અને પોલીસ કર્મીઓ મળી 31 જેટલા પોલીસ માં ફરજ બજાવતા કર્મીઓની બદલી બાદ થી પોલીસ વિભાગ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, એક બાદ એક બદલીઓ અંગેનું વાવાઝોડું આખરે ક્યાં જઇ અટકે છે તેવી બાબતો હાલ પોલીસ વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, સાથે જ બદલીઓ ના આવતા લિસ્ટ ઉપર કર્મીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હોય તેવી સ્થિતી નું સર્જન થતું જોવા મળી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!