31 C
Ahmedabad
Saturday, May 25, 2024

SMCમાં SP નિર્લિપ્ત રાયની નિમણુંકની અસર..!! : શામળાજી પોલીસ સતત ત્રીજા દિવસે બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી 2940 બોટલ દારૂ જપ્ત


શામળાજી પોલીસ સ્ટેટ મોનેટરીંગ સેલમાં એસપી તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા જાણે ગાઢ નિંદ્રામાં સફાળી જાગી હોય તેમ બાતમીદારો સક્રિય કરી સતત વિદેશી દારૂ ઝડપી બુટલેગરોની ખેપને નિષ્ફ્ળ બનાવી રહી છે સ્ટેટ મોનેટરીંગ સેલમાં એસપી નિર્લિપ્ત રાયના આગમન પછી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં રહેલા રહેલા થ્રેસરની અંદરથી 14.70 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી ટ્રક ચાલકને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન પેટ્રોલીંગ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રતનપુર ચેકપોસ્ટ નજીક સઘન ચેકીંગ હાથધરતાં ટ્રકમાં થ્રેસરની અંદર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારીત ટ્રક આવતા અટકાવી તેમાં રહેલા થ્રેસરની અંદર ચેક કરતા પોલીસ ચોંકી ઉઠી હતી અંદર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટી મળી આવતા પોલીસે પેટીમાં રહેલ વિદેશી દારૂની બોટલ નંગ-2940 કીં.રૂ.14.70 લાખનો દારૂ જપ્ત કરી ટ્રક ચાલક હરિયાણા રોહતકના મનબીર હરિઓમ નાઈને દબોચી લઈ વિદેશી દારૂ, ટ્રક અને અન્ય ચીજવસ્તુ મળી કુલ.રૂ.22,72,500/-નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ત્રણ બુટલેગરો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

દારૂની હેરાફેરી કરતા વોન્ટેડ બુટલેગરોના નામ 

Advertisement
  1. સંજય ઉર્ફે પ્રદીપ રવિન્દ્ર જાટ (શેખપુર તિતરી, રોહતક-હરીયાણા)
  2. લલીત સુભાષચંદ્ર તેવટીયા (જનતા કોલોની, રોહતક-હરિયાણા)
  3. સંદીપ ઉર્ફે રાકેશ જાટ (નજગઢ-દિલ્હી)

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!