32 C
Ahmedabad
Saturday, April 27, 2024

સતત ઠંડો પડતો જાય છે પૃથ્વીથી 4.5 અબજ કિમી દૂર આવેલો નેપ્ચ્યૂન ગ્રહ, 17 વર્ષના સંશોધનનું તારણ


ખગોળ નિષ્ણાતોનું આ સંશોધન નેપ્ચ્યૂન પરથી મેળવવામાં આવેલી 95 તસ્વીરો પર આધારિત છે.આ થર્મલ ઇન્ફ્રારેડ તસ્વીરો 2003 થી 2020ના ગાળામાં ખેંચવામાં આવી હતી.મોટા ભાગની તસ્વીરો હવાઇ અને ચિલીમાં ગોઠવવામાં આવેલા વિશાળ ટેલિસ્કોપ દ્વારા પાડવામાં આવી હતી. તસ્વીરોના તલસ્પર્શી અભ્યાસ પછી નેપ્ચ્યૂન ગ્રહ પર થયેલું અત્યાર સુધીનું સૌથી ગંભીર અને મહત્વનું સંશોધન છે.

Advertisement

સૌર મંડળના આઠ ગ્રહોમાં સૌથી રહસ્યમય ગણાતા આ ગ્રહ વિશે સૌથી ઓછી માહિતી મળે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું વોયજર-2 1989માં નેપ્ચ્યૂન નજીકથી પસાર થયું હતું. નેપ્ચ્યૂનને નજીકથી જાણવાનો આ એક માત્ર માનવીય પ્રયાસ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઇગ્લેન્ડના લીસેસ્ટર યુનિવર્સિટીના માઇકલ રોમાન આ સંશોધન સાથે સંકળાયેલા હતા.

Advertisement

એક રિપોર્ટ પ્રમાણે નેપ્ચ્યૂનના વાતાવરણ અંગે જે સરળ અંદાજ લગાવવામાં આવ્યો હતો તેનાથી સાવ જ વિપરિત પરીણામ મળી રહયું છે. છેલ્લા 17 વર્ષમાં નેપ્ચ્યૂનના સ્ટ્રેટોસ્ફીયરનું તાપમાન 14 ડિગ્રી ઘટાડો થયો છે. નેપ્ચ્યૂન પર એક મૌસમ 40 વર્ષ જેટલી લાંબી ચાલે છે.

Advertisement

આ ગ્રહના વાતાવરણના સ્તર ટ્રોપોસ્ફીયરના તાપમાનમાં કોઇ ફેરફાર થયો નથી. ટ્રોપોસ્ફીયરનું તાપમાન માઇનસ 223 ડિગ્રી જેટલું જળવાઇ રહયું છે.  આ ગ્રહનો દક્ષિણ ભાગ પહેલા ઠંડો હતો એ પછી ગરમ થવા લાગ્યો હતો. ત્યાર પછી ફરી ગરમ થયો હતો. વચ્ચેના ભાગનું તાપમાન પહેલા સ્થિર રહયું એ પછી ઘટવા લાગ્યું હતું. તાપમાનમાં થતા ફેરફારનું કારણ રાસાયણિક ફેરફારો માનવામાં આવે છે. સૂર્યના કિરણોનો રસાયણો પર પ્રભાવ પડયો છે જે હવામાન મુજબ બદલાતો રહે છે.

Advertisement

નેપ્ચ્યૂન ગ્રહ સૌર મંડળનો આઠમો ગ્રહ છે. સૌર મંડળના ગ્રહો ગુરુ, શનિ અને યુરેનસને ગેસ દાનવ કહેવામાં આવે છે જેમાં ચોથા નેપચ્યૂનનો પણ સમાવેશ થાય છે. આ ગ્રહ પર માટી અને પથ્થર કરતા ગેસ વધારે હોવાથી કદ ખૂબજ વિશાળ છે. નેપ્ચ્યૂન પૃથ્વીની સરખામણીમાં સૂર્ય કરતા 30 ગણો વધારે દૂર છે. સૂર્યની એક પ્રદક્ષિણા કરવામાં 168.79 વર્ષ લાગે છે. એટલે કે નેપ્ચ્યૂનનું એક વર્ષ પૃથ્વીના 168.79 વર્ષ બરાબર થાય છે. સૂર્યથી અંતર 4.5 અબજ કિલોમીટર થાય છે. આલ ગ્રહનો કુલ વ્યાસ 49250 કિમી જેટલો થાય છે. 23 સપ્ટેમ્બર 1865માં આ ગ્રહને શોધવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!