31 C
Ahmedabad
Wednesday, May 15, 2024

કામની કદર : રક્તપિત્ત સહિત અનેક કામગીરીમાં નિ:સ્વાર્થ સેવા બદલ સહયોગ ટ્રસ્ટને ઉપરાષ્ટ્રપતિના હસ્તે દિલ્હી ખાતે સન્માન


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા રાજેન્દ્રનગર ખાતેના સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટને ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઇન્ટરનેશનલ ગાંધી અવોર્ડ ફોર લેપ્રસી 2021 એનાયત કરવામાં આવ્યો છે. કૃષ્ઠરોગના દર્દીઓની સારવાર કરતા અને તેઓને રોજગારી પૂરી પાડવા સહિતને અનેક સેવાઓ આપતી સંસ્થાને આ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

ગાંધી મેમોરિયલ લેપ્રસી ફાઉન્ડેશન, વર્ધા, મહારાષ્ટ્ર દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડૂના હસ્તે આ અવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ઇંદિરાબને સુરેશભાઈ સોનીએ અવોર્ડ સ્વીકાર્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધી મેમોરિયલ લેપ્રસી ફાઉન્ડેશન તરફથી સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની કામગારી અને માહિતી રજૂ કરાવમાં આવતા, તેની પ્રશંસા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

સાબરકાંઠામાં હિંમતનગર – શામળાજી હાઈવે પર આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ દ્વારા રકતપિત્તગ્રસ્તો, મંદબુધ્ધિવાળા ભાઈઓ – બહેનો, નિરાધારો તેમજ ગરીબ બાળકો અને વસૂકાઈ ગયેલી ગાયો માટે કાર્યરત સંસ્થા કાર્યરત છે. ત્યારે સંસ્થાની સરાહનિય કામગીરીને બિરદાવીને ઉપરાષ્ટ્રપતિના હસ્તે અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!