32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

Exclusive : 1 વર્ષ 8 મહિનામાં અરવલ્લી SP સંજય ખરાતે 24 પોલિસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, હજુ 2 પર લટકતી તલવાર…!!


અરવલ્લી જિલ્લા પોલિસની કામગીરી હંમેશા ચર્ચાઓમાં રહી છે. મયૂર પાટિલ જ્યારે અરવલ્લી જિલ્લા પોલિસ વડા તરીકે હતા ત્યારે તેઓ બદલીઓ કરવામાં માસ્ટર હતા ત્યારબાદ સંજય ખરાત આવતા જ ભ્રષ્ટ અને પોલિસની છવી ખરાબ કરતા અધિકારીઓ પર સસ્પેન્ડ કરવાનો ચાબૂક ચલાવ્યો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 1 વર્ષ અને 8 મહિનામાં 24 જેટલા પોલિસ અધિકારીઓ અને પોલિસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી વિજયકુમાર છનાભાઈ બે વખત સસ્પેન્ડ થવા છતાં સુધરવાનું નામ નથી લેતો તેવી પોલિસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

જિલ્લાની સરહદ રાજસ્થાનથી જોડાયેલી છે ત્યારે કેટલાક પોલિસ કર્મચારીઓની બુટલેગરો સાથે સાંઠગાંઠ તો દારૂને ખેપ મારવા તેમજ પોલિસને છાજે નહીં તેવી કામગીરીનીમાં સંડોવણી સામે આવતા જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે 24 જેટલા પોલિસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાંથી સસ્પેન્ડ કરાયેલા મોટાભાગના પોલિસ કર્મચારી અને અધિકારી દારૂ સાથે જ સંકળાયેલા છે, જેમાં દારૂની હેરાફેરમાં સંડોવણી, નશાની હાલતમાં જીપ હંકારવી સહિત પોલિસની છાપ ખરાબ કરવાના કારણોસર જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કર્યા છે.

Advertisement

સસ્પેન્ડ કરાયેલા પોલિસ કર્મચારીઓમાં PI, PSI, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે

Advertisement

છેલ્લા દોઢ વર્ષમાં સસ્પેન્ડ કરાયેલા પોલિસ અધિકારીઓને અને કર્મચારીઓની યાદી

Advertisement
  1. આર.એસ.તાવિયાડ – પો.ઈ.
  2. મહેશસિંહ ભુપેન્દ્રસિંહ – અ.લો.ર
  3. વિજયકુમાર છનાભાઈ – અ.લો.ર
  4. અલ્પેશકુમાર સુરેશભાઈ – અ.લો.ર
  5. સતિષકુમાર દિપસિંહ – અ.લો.ર.
  6. રોહિતકુમાર પ્રવિણભાઈ – અ.હે.કો.
  7. મમતાબેન છોટાલાલ – વુ.આ.લો.ર.
  8. રાયચંદભાઈ રત્નાભાઈ – એ.એસ.આઈ.
  9. જીજ્ઞેશકુમાર બચુભાઈ – આ.હે.કો.
  10. શંકરભાઈ સોમભાઈ – એ.એસ.આઈ.
  11. અનિલકુમાર બદાભાઈ – અ.હે.કો.
  12. એન.એમ.સોલંકી – પો.સ.ઇ.
  13. ઇમરાનખાન નજામીયા – અ.હે.કો.
  14. પ્રમોદચંદ્ર સુખદેવપ્રસાદ – આ.હે.કો.
  15. અતુલકુમાર ઘેલાભાઈ – અ.લો.ર.
  16. શૈલેષકુમાર માવજીભાઈ – અ.લો.ર.
  17. સી.કે.પંચાલ – જુ.કા.
  18. આર.કે.પરમાર – પો.ઈ.
  19. બી.એલ.રોહિત – પો.સ.ઈ.
  20. પી.ડી.રાઠોડ – પો.સ.ઈ.
  21. ઇન્દ્રપાલસિંહ દિલીપસિંહ – આ.હે.કો.
  22. એચ.જી.ખરાડી – હા.પો.સ.ઇ.
  23. કૌશિકકુમાર મંગળાભાઈ – અ.હે.કો.
  24. વિજયકુમાર છનાભાઈ – અ.લો.ર.

બે પોલિસ કર્મચારીઓ પર હજુ લટકતી તલવાર… !
હાલમાં જ ધનસુરા પંથકમાં બે પોલિસ કર્મચારીઓની બુટલેગર સાથેની સાંઠગાંઠનો વીડિયો સામે આવ્યો હતો, જેને લઇને જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે તપાસના આદેશ કરી દીધા છે, ત્યારે પોલિસનું નાક કાપતા આવતા કેટલાક અધિકારીઓ અને કોન્સ્ટેબલ ને જિલ્લા પોલિસ વડાએ પહેલેથી જ સસ્પેન્ડ કરી દીધા છે, ત્યારે નવા બે નામ પણ ઉમેરાય તો નવાઇ નહીં. હાલ તો આ સમગ્ર મામલે Dy.SP. ભરત બસિયા તપાસ કરી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!