32 C
Ahmedabad
Sunday, April 28, 2024

રેલવે PSI ને અકસ્માત નડતાં કમકમાટી ભર્યું મોત : ભિલોડા – ગાંભોઇ રોડ પર હાઈસ્પીડ બાઈક સ્લીપ


રેલવે PSI નું બાઈક સ્લીપ થતાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

Advertisement

ભિલોડા -ગાંભોઇ રોડ પર હાઈસ્પીડ બાઈક સ્લીપ થતા સર્જાયો અકસ્માત

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માતની ઘટનાઓની હારમાળા સર્જી રહ્યા છે. ભિલોડા-ગાંભોઇ રોડ પર પુરપાટ ઝડપે પસાર થઇ રહેલ હાઈસ્પીડ બાઈક કાળી ડુંગરીના વળાંકમાં સ્લીપ થઇ રોડ નજીક ઝાડ સાથે ભટકાતા બાઈક ચાલક યુવાન રેલવે PSI પિયુષ કાલિદાસ પરમારનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. અકસ્માતની ઘટનાના ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પીએસઆઈના પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર વેસ્ટર્ન રેલવે વિભાગમાં અમદાવાદ ખાતે PSI તરીકે ફરજ બજાવતા પિયુષ કાલિદાસ પરમાર રવિવારે કામકાજ અર્થે એવેન્જર બાઈક લઇ ગાંભોઇ-ભિલોડા રોડ પરથી પસાર થતા કાળી ડુંગરી નજીક ભયજનક વળાંકમાં અગમ્ય કારણોસર બાઈક સ્લીપ ખાઈ રોડ સાઈડમાં રહેલા ઝાડ સાથે ભટકતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા પીએસઆઇ પિયુષ પરમારનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી. મૃતક પીએસઆઈ પિયુષ પરમારના પરિવારજનો અને સગા-સબંધીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી રોકોકકળ કરી મૂકી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!