27 C
Ahmedabad
Friday, May 3, 2024

હિંમતનગર હિંસામાં સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનાર અને ઉશ્કેરણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી


હિંમતનગરની અંદર શોભાયાત્રામાં સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનાર અને ઉશ્કેરણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. હુમલા બાદ સોશિયલ મીડિયામાં પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે તેમાં સોશિયમ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

પોલીસે કડક નીતિ હિંમતનગર અને ખંભાત ની અંદર ફાટી નીકળેલી હિંસા બાદ અપનાવી છે, જ્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હિંમતનગરની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમની મુલાકાત મહત્વની રહી હતી અને તેમણે કડક કાર્યવાહીના આદેશ ત્યારે જ આપ્યા હતા અને તે દિવસે જ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પણ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી સહિતના અધિકારીઓની બેઠક મળી હતી.

Advertisement

ત્યાર બાદ પોલીસનો કડક બંદોબસ્ત ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ હિંસા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં અત્યારે આ પ્રકારે ત્રણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા. સાબરકાંઠામાં શોભાયાત્રા દરમિયાન હિંસા થતાં છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!