34 C
Ahmedabad
Tuesday, May 14, 2024

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ લડી શકે છે ચૂંટણી, નવા સંગઠનની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું… !!


શરતી જામીન પર જેલમુક્તિ થયા પછી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ચૂંટણી લડવાનો ઇશારો કર્યો છે. તેમણે કહ્યું કે, યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે કંઇક એવું લાગશે તો તેઓ ચૂંટણી લડશે. મીડિયા સાથે વાતચીતમાં નવા સંગઠનની પણ જાહેરાત કરી છે.

જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવાનો ઇશારો કરી દીધો છે.યુવાનોના પ્રશ્નોને વાચા આપવા માટે જરૂર જણાશે તો તેઓ ચૂંટણી પણ લડશે. આ માટે નવા સંગઠન યુવા નિર્માણ સેનાની જાહેરાત પણ કરી દીધી છે. જેલમાંથી છૂટ્યા પછી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લાડવાનો નિર્ણય કરશે. તેમણે ઉમેર્યું કે, યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે.

Advertisement

નવા સંગઠનની રચના થયા પછી યુવરાજસિંહ હવે આગામી દિવસોમાં રાજ્યસ્તરે અને ત્યારબાદ જિલ્લા અને તાલુકા સ્તરે શિક્ષિત બેરોજગાર યુવાનોના હક્ક અને અધિકારો માટે કામ કરશે તેવું પણ જણાવ્યું હતું. આ સંગઠન પહેલા વિનંતી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરશે ત્યારબાદ આવેદન આપીને યુવાનોના હક્ક અપાવવા માટે પણ વાત કરશે.

Advertisement

રાજકારણ ગરમાયું …!!
યુવા નેતા યુવરાજસિંહની ચૂંટણી લડવાના નિર્ણય અને નવું સંગઠન બનાવવાના નિર્ણયને લઇને કોંગ્રેસ પાર્ટીએ આમંત્રણ આપ્યું છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ કહ્યું કે, જે રીતે યુવરાજસિંહ લડાઈ લડી રહ્યાં છે અને જે રીતે ગુજરાતમાં યુવાનોને અન્યાય થઇ રહ્યો છે, ત્યારે સરકાર આરોપ લગાવી રહી હતી કે આ રાજકીય આંદોલન છે, માટે તેમણે આજે જાહેરાત કરી છે કે આ સંગઠન બિનરાજકીય છે. યોગેશ જાદવાણીએ કહ્યું કે દરેક યુવાનને ચૂંટણી લડવાનો અધિકાર છે. હવે સવાલ એ થાય છે કે, યુવરાજસિંહના આંદોલન રાજકીય હતા કે યુવાનોના હિત માટેના તે પણ એક સવાલો છે. રાજકીય યુવાનોમાં પણ હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે, રાજકીય રોટલો શેકવા બેરોજગાર યુવાનોને હાથો બનાવ્યા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!