37 C
Ahmedabad
Wednesday, May 15, 2024

હાર્દીક પટેલનો દિલ્હી પ્રવાસ, હાર્દીકના નિવેદન બાદ રઘુ શર્માએ રીપોર્ટ હાઈકમાન્ડને સોંપ્યો હતો


હાર્દિક પટેલનો આજે દિલ્હીનો પ્રવાસ છે ખાસ કરીને હાર્દિક પટેલ આજે કાનુની પ્રક્રિયા માટે દિલ્હી ગયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે ચૂંટણી લડવામાં રાહત આપવામાં આવી હતી ત્યાર બાદ હાર્દિક તેની કાનુની પ્રક્રિયા માટે દિલ્હીમાં છે પરંતુ હકીકત એ પણ છે કે, રઘુ શર્માએ હાઈકમાન્ડને હાર્દિકના નિવેદન બાદનો રીપોર્ટ સોંપ્યો છે માટે હાઈકમાન્ડ સાથે પણ બેઠક કરી શકે છે.

Advertisement

તેવામાં આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મુલાકાત કરશે. અગાઉ હાર્દીક પટેલને જે સજા મળી હતી તેમાં 2019મા હાર્દિકે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. કાયદાકીય પેપરમાં સાઈન કરવા માટે દિલ્હી ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેટલાક રાષ્ટ્રીય નેતાઓ સાથે તેમજ અન્ય પક્ષના કોંગ્રેસ સિવાયના નેતાઓ સાથે મિટીંગ કરી શકે છે.

Advertisement

અગાઉ હાર્દિકે નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસમાં પદ આપવામાં આવે પરંતુ નિર્ણય શક્તિ માં કોઈ જગ્યા જગ્યા તમને પૂછવામાં ના આવે, નિર્ણય કરતા એક થી બે વ્યક્તિ હોવું જોઈએ. વ્યક્તિ વધી જાય ત્યારે એને શક્તિનો અભાવ જોવા મળી શકે છે.આ સાથે નરેશ પટેલને લઈને કહ્યું હતું કે, પાર્ટી પ્રવેશને લઇને વિપક્ષ કોંગ્રેસે જે કંઈ પણ નિર્ણય કરવાનો હોય છે તે દિલ્હીથી એકવાર કરી શકે છે જો દિલ્હીના લોકોએ અટકાવીને રાખ્યું છે. તેમ હાર્દીકે અગાઉ કહ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!