28 C
Ahmedabad
Friday, May 3, 2024

સેના, BSF, પોલીસ દળોનો અભિગમ કેળવવા માટે સૈનિક શાળાઓ સમકક્ષ રક્ષાશક્તિ શાળાઓ શરૂ થશે


સેના, બી.એસ.એફ., પોલીસ દળોનો ભાગ બનવાનો અભિગમ કેળવે તેવા હેતુથી સૈનિક શાળાઓ સમકક્ષ રક્ષાશક્તિ શાળાઓ શરૂ કરવામાં આવશે. ગઈ કાલે આ પ્રકારની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વિદ્યા સમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત દરમિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવએ કરી હતી. આ સિવાય પરંપરાગત શિક્ષણ ને લઈને પણ મહત્વની વાત ગઈ કાલે વડાપ્રધાને જાણી હતી.

Advertisement
વિદ્યાર્થીઓને ધો. ૬ થી ૧રનું નિવાસી શિક્ષણ વિનામૂલ્યે અપાશે
 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સલામતી અને આંતરિક સલામતી જાણવા ઉત્સુક બની ભવિષ્યમાં સેના તથા બી.એસ.એફ. અને પોલીસ જેવા દળોનો ભાગ બનવાનો અભિગમ કેળવે તેવા હેતુથી સૈનિક શાળાઓ સમકક્ષ રક્ષાશક્તિ શાળાઓ શરૂ કરી વિદ્યાર્થીઓને ધો. ૬ થી ૧રનું નિવાસી શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે.
સંસ્કૃત સાધના અને સંસ્કૃત શક્તિ જેવા બે મહત્વના કાર્યક્રમો
 દેશની પ્રાચીન સંસ્કૃતિથી વિદ્યાર્થીઓ વાકેફ થાય અને સંસ્કૃત ભાષામાં નિપુણ બને એવા હેતુથી વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમમાં શિક્ષણ પુરૂં પાડવા સંસ્કૃત સાધના અને સંસ્કૃત શક્તિ જેવા બે મહત્વના કાર્યક્રમોની જાણકારી શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા વડાપ્રધાનનને આપવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાનએ આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના ચાવીરૂપ એવા વીડિયો વોલ રૂમની મુલાકાત લીધી હતી.
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના કાર્યક્રમમાં સમાવિષ્ટ થનાર તમામ શાળાઓનું મોનિટરિંગ વીડિયો વોલ-૧ દ્વારા કેવી રીતે કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનએ વીડિયો વોલ-રની મુલાકાત લઇ ડેશ બોર્ડ ઉપર ઉપલબ્ધ માહિતીના આધારે કેવી રીતે શિક્ષકો, સુપરવિઝન સ્ટાફનું અસરકારક મોનિટરિંગ થાય છે તેમજ વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા, એનાલિટીક્સના માધ્યમથી મીનિંગફૂલ એનાલિસિસ કરી તેનો શાળખાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે તેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી હતી.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!