35 C
Ahmedabad
Saturday, May 4, 2024

અથાણાં વીક: આ રીતે ઘરે બનાવો ગોળ-કેરીનું અથાણું, બારે મહિના કલર એવોને એવો જ રહેશે


હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે ત્યાં મોટાભાગના લોકો ઘરે અથાણાં બનાવતા હોય છે. ઘરે બનાવેલા અથાણાં ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો ગોળ-કેરીનું અથાણું….

Advertisement

સામગ્રી

Advertisement

ચાર નંગ કાચી કેરી

Advertisement

1/3 ચમચી હળદર

Advertisement

સ્વાદાનુંસાર મીઠું

Advertisement

40 ગ્રામ રઇના કુરિયા

Advertisement

30 ગ્રામ મેથીના દાણાં

Advertisement

એક મોટી ચમચી હિંગ

Advertisement

½ ચમચી હળદર પાઉડર

Advertisement

બે મોટી ચમચી તેલ

Advertisement

10-12 કાળા મરી

Advertisement

ત્રણથી ચાર સુકા લાલ મરચાં

Advertisement

ત્રણ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું

Advertisement

ત્રણ મોટી ચમચી તીખું લાલ મરચું

Advertisement

90 ગ્રામ સુકાં ધાણાં

Advertisement

ડોડ કિલો ગોળ

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • ગોળ-કેરીનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ કેરીને ધોઇ લો.
  • કેરીને ધોઇને એની છાલ કાઢી લો અને મિડીયમ સાઇઝના ટુકડાં કરી લો.
  • હવે કેરીના ટુકડાને બાઉલમાં લઇ લો.
  • ત્યારબાદ બાઉલમાં સ્વાદાનુંસાર મીઠું અને હળદર મિક્સ કરી લો.
  • આ બધી જ વસ્તુ મિક્સ થઇ જાય એટલે બાઉલને ઢાંકી દો.
  • હવે આ બાઉલને 4-5 કલાકે એક વાર તમારે હલાવવાનું રહેશે.
  • ત્યારબાદ આ કેરીના ટુકડાંને નિતારીને એક કોટનના કપડામાં પાથરી દો. હવે કોટનના કપડામાં 24 કલાક સુધી સુકાવા દો.
  • આ બધી જ પ્રોસેસ થઇ જાય એટલે એક બાઉલ લો અને એમાં રાયના કુરિયા, મેથીના દાણા, હિંગ, હળદર, કાળા મરી અને લાલ મરચાં ઉમેરો.
  • હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે બાઉલમાં રહેલું બધું જ મિશ્રણ ઉપરથી રેડી દો અને ડિશથી ઢાંકી દો.
  • ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
  • મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઇ જાય એટલે કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર તીખું મરચું અને ધાણા ઉમેરી લો.
  • હવે આમાં હળદર-મીઠાવાળા કેરીના ટુકડાં ઉમેરીને મિક્સ કરી લો અને ગોળનાં નાના ટુકડાં ઉમેરીને મિક્સ કરીને બાઉલમાં ઢાંકી લો.
  • આ મિશ્રણને 13 થી 14 કલાક માટે એમ જ રહેવા દો અને પછી ફરીથી મિક્સ કરી લો.
  • તો તૈયાર છે ગોળ-કેરીનું અથાણું.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!