38 C
Ahmedabad
Thursday, May 16, 2024

MP દીપસિંહ રાઠોડે જનતાના આરોગ્યની ચિંતા કરી, ફૂડ વિભાગને કેમ કહેવું પડ્યું “તમે મને ન સમજાવો”, સાંભળો


અરવલ્લી જિલ્લામાં ખાણી-પીણીમાં ભેળ-સેળ થાય છે, પણ હજુ અરવલ્લી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી ક્યાંક જોવાતી નથી. આ વચ્ચે આરોગ્ય લક્ષી મેળામાં ફૂડ વિભાગ દેખાડો દેતા એક સ્ટોલ મુકવામાં આવ્યો હતો. મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સ્ટોલની મુલાકાતે પહોંચેલા જિલ્લા સાંસદ દીપસિંહ રાઠેડને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ ભેળસેળને લઇને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ અધિકારીઓ યોગ્ય રીતે સમજાવી શક્યા નહીં અને સાંસદે કહ્યું તમે મને ઊંધુ ન સમજાવો.

Advertisement

કોઇપણ ખાદ્યચીજોમાં કલર નાખીને લોકોના સ્વસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે ત્યારે આ બાબતે ડેમો બતાવવામાં આવ્યો હતો, પણ ક્યાંક અધિકારીઓની ઉણપ જોવા મળી હોવાનું સાંસદને લાગ્યું હતું. ખાદ્યચીજોમાં સોડાનો ઉપયોગ થતો હોય છે, જેનું પ્રમાણ કેટલું હોય છે તેનું પ્રમાણ કેટલું હોય તે અંગે સાંસદે સવાલ પૂછ્યો હતો. ત્યારે અધિકારીઓએ ગોળ-ગોળ જવાબ આપતા સાંસદે કહ્યું કે, અરે આ બાબતે મને ન સમજવો. સાંસદે એમ પણ કહ્યું કે, કોઇપણ ખાદ્યચિજોમાં વપરાતી વસ્તુનું પ્રમાણ કેટલું હોય તેનું માપ તો હોય ને.

Advertisement

અરવલ્લી જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડે આરોગ્ય લક્ષી મેળાની મુલાકાતે પહોંચ્યા હતા, તે સમય દરમિયાન સાર્વજનિક હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા તે સમય દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો, જેની મુલાકાતે સાંસદ પહોંચ્યા હતા અને લોકોના સ્વસ્થ્ય સાથે કેવી રીતે ચેડા થાય છે તે સમજવાનો પ્રયાસ કર્યો હતો. ટૂંકમાં કહી શકાય કે, જિલ્લા સાંસદ દીપસિંહ રાઠેડે જિલ્લાના લોકોના આરોગ્યની ચિંતા કરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરીથી તેઓ અસંતોષ જણાયા પણ લોકોના આરોગ્યને તેેમણે પ્રાથમિકતા આપી હતી.

Advertisement

સાંભળો જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડે શું કહ્યું

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!