38 C
Ahmedabad
Saturday, May 11, 2024

અરવલ્લી : મોડાસા આર્ટ્સ કોલેજમાં ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓ રઝળ્યા…!! કોલેજમાં છેલ્લે માર્ચ મહિના સુધી ફી લેવાઈ


કોરાના કાળમાં અનેક લોકોના રોજગાર ભાંગી પડ્યા જેને લઇને કેટલાય પરિવારોને ગુજરાન ચલાવવાના ફાંફા પડી ગયા હવે શાળા-કોલેજ શરૂ થઇ ચૂકી છે ત્યારે કેટલાક પરિવારોને શાળા – કોલેજની ફી ક્યાંથી ભરવી તે એક સવાલ છે. મોડાસાની આર્ટ્સ કોલેજમાં F.Y.B.A અને S.Y.B.A ની પરીક્ષામાં 150 જેટલા વિદ્યાર્થીઓને ફી બાકી હોવાથી પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવતા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

હાલ હેમચંદ્રાચાર્ય સંલગ્ન કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ. અને બીજા વર્ષ બી.એ. ની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે સેમિસ્ટર 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી બાકી હોવાથી 150 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના જ રહી ગયા છે. કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવતા મોડાસા નગર પાલિકા AIMIM ના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેને જણાવ્યું કે, આ અંગે વિદ્યાર્થીઓને જાણ પણ કરવામાં આવી નથી, જેથી વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બનવાની શક્યતાઓ છે. આ સાથે જ તેમણે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ રજૂઆત કરવાની વાત કરી છે. હાલ તો તેમણે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને આ અંગે રજૂઆત કરી છે.

Advertisement

તો બીજી બાજુ આર્ટ્સ કોલેજના આચાર્ય સાથે મેરા ગુજરાતે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા વિના રહી ગયા છે, તેમણે પરીક્ષા ફોર્મ પણ ભર્યું નથી અને યુનિવર્સિટીની પરીક્ષા ફી બાકી છે. કોલેજના આચાર્યએ એમ પણ જણાવ્યું કે, ચાર મહિના સુધી ફી લેવા માટેની કામગીરી ચાલતી હતી છેલ્લે 23-03-2022 સુધી ભરવામાં આવી હતી, તેમ છતાં વિદ્યાર્થીઓએ ફી નથી ભરી. કોરોના કાળ દરમિયાના પરીક્ષા અને  પરીક્ષા ફી અંગે કોલેજના ગૃપમાં જાણ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!