33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મેઘરજ પંથકમાં પાણીની સમસ્ય હલ કરવા કલેક્ટરની ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત, ઊંચા ગામે પાણીનો સંપ ખુલ્લો મુક્યો


અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં પાણીની વિકટ સમસ્યા છે આ વચ્ચે જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના બેઠકો પર બેઠક યોજી અંતરિયાળ વિસ્તારોમાં પાણીનું સંકટ ન આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. ઘણાં વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે આ વચ્ચે જિલ્લા કલેક્ટરે ઊંચા ગામે પાણીના સંપને ખુલ્લો મુક્યો હતો.

Advertisement

Advertisement

મેઘરજ તાલુકામાં આવેલ તરકવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં કલેકટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાએ મુલાકાત કરી હતી. તેમણે પંચાયત દફતરી તપાસ કરી નાગરિકોના વિવિધ પ્રશ્રનો સાંભળ્યા ઝડથી નિકાલ લાવવવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. વધુમાં પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે જે તે અધિકારીઓ સાથે ફોન પર વાર્તાલાપ કરી નિકાલ કરી આપવા જણાવ્યું હતું.

Advertisement

જિલ્લા કલેક્ટર તરકવાડા ગ્રામ પંચાયતમા આવેલ ઊંચા ગામે કલેકટર દ્વારા ગામમાં જઈને સંપ ને ખુલ્લો મુક્યો હતો, જેમાં તરકવાડા પંચાયત ના સરપંચ તેમજ સભ્યો મેઘરજ મામલતદાર, અન્ય અધિકારીઓ સહીત ગ્રામજનો હાજર રહ્યા હતા.ઊંચા ગામે પાણી મળતા ગામના લોકોમાં ખુશી જોવા મળી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!