37 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : ટિંટોઇમાં તસ્કરોની બીજી ઇનિંગ શરૂ, સમર્થ અપાર્ટમેન્ટ માં તાળા તોડ્યા, તસ્કર પાણી પીતો CCTVમાં કેદ જુઓ VIDEO


શિયાળામાં તસ્કરોએ તરખાટ 25 થી વધારે મકાનોના તાળા તોડ્યા હતા

Advertisement

ફરીથી તસ્કરો સક્રિય થતાં સ્થાનિક લોકોના ઉજાગરા વધ્યા

Advertisement

ટિંટોઇમાં કઇ ગેંગ સક્રિય થઇ છે તેને ઝડપી પાડવી પોલિસ માટે આકરી પરીક્ષા…!

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં થોડા મહિના અગાઉ સતત ચોરીની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતુ થયું હતું રૂરલ પોલીસ તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં નિષ્ફ્ળ રહેતા ગામલોકોએ રાત્રી પહેરો ચાલુ કરવા મજબુર બન્યા હતા તસ્કર ટોળકીએ થોડો સમય પોરો ખાધા પછી ફરીથી સક્રિય થતા ગામલોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે તસ્કર ટોળકીએ સમર્થ કોમ્પ્લેક્ષમાં ત્રાટકી ઘરમાં હાથફેરો કરી બે હજાર રોકડ રકમ ચોરી કરી બે મોબાઈલ અને પાર્કિંગમાં રહેલા બે બાઈકની ચોરી કરી તસ્કરો રફુચકકર થઇ ગયા હતા તસ્કર ટોળકીને જાણે કોઈ ડર જ ન હોય તેમ ઍપાર્ટમેન્ટ નીચે શાંતિથી પાણી પીતો નજરે પડ્યો હતો ચોરીની ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

ટીંટોઈ ગામમાં આવેલ સમર્થ એપાર્ટમેન્ટમાં મંગળવારે રાત્રે તસ્કર ટોળકીએ અતુલભાઈ ઠાકરના મકાનમાં ત્રાટકી ચોરી કરવા માલસામાન ફંફોસી નાખ્યો હતો ઘરમાં રહેલા બે હજાર રૂપિયા રોકડ રકમ અને બે મોબાઈલ ચોરી કરી તસ્કર ટોળકીને મોટી રકમ કે સોના-ચાંદીના દાગીના હાથ ન લાગતા એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી બે બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા એપાર્ટમેન્ટમાં ચોરીની ઘટના બનતા એપાર્ટમેન્ટના રહીશો અને આજુબાજુના લોકોમાં તસ્કર ટોળકી રીએન્ટ્રી થતા ફફડી ઉઠ્યા હતા ચોરીની ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મોડાસા રૂરલ પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!