35 C
Ahmedabad
Thursday, May 2, 2024

HNGU ની પરીક્ષામાં પુસ્તકમાં જોઈ લખાણ લખનારા 152 વિદ્યાર્થી અરવલ્લીના અને 29 મહેસાણાના, તપાસ શરૂ કરી


હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પરીક્ષામાં બીએસસી સેમ-2ની પરીક્ષામાં બે સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તકમાં જોઈ એક જેવું લખાણ રાખ્યા હોવાનો મૂલ્યાંકનમાં ભાંડો ફૂટતાં એકસાથે 181 જેટલા વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ નોંધાતા પરીક્ષા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કરી પરીક્ષા સેન્ટરના સંચાલકોને નોટિસ આપી દેવામાં આવી છે. ચોરી પ્રકરણમાં તપાસ કરતા માસ કોપી કેસ નોંધાયેલા પરીક્ષા સેન્ટર એક અરવલ્લી 152 અને બીજો મહેસાણા જિલ્લાના હોવાનું ગુપ્ત સૂત્રો દ્વારા બહાર આવ્યું છે.

Advertisement

યુનિવર્સિટીના 36 વર્ષમાં સૌપ્રથમ વાર એકસાથે બહાર આવેલ 181 છાત્રોનો ચોરીના મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે આ માસ કોપી કેસ કલંક રૂપ ન બને અને ચોરીના કિસ્સા ભવિષ્યમાં ન બને માટે દાખલા રૂપ કાર્યવાહી થાય માટે પરીક્ષા વિભાગ અને સમિતિ દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ થાય માટે વિગતો અને પુરાવા એકત્ર કરવાની પ્રકિયા શરૂ કરી છે. પરીક્ષા શુદ્ધિ સમિતિમાં રજૂ થયેલા બન્ને માસ કોપી કેસમાં નોટિસો ઇશ્યુ કરી ખુલાસા અને સીસીટીવી રજૂ થયા બાદ સમિતિની બેઠકમાં મૂકી ચકાસણી અને રજૂઆત સાંભળ્યા બાદ કાર્યવાહી અંગે આગામી સપ્તાહમાં નિર્ણય લેવાશે.

Advertisement

સેન્ટર ક્યાં સ્થળના છે તે અકબંધ સેન્ટર ક્યાં સ્થળના છે તે અકબંધ છે.જે મામલે દ્વારા તપાસ કરતા માસ કોપી કેસના બંને સેન્ટર ક્યાં જિલ્લાને છે તે જાણવા મળ્યું હતું.જેમાં BSC સેમ 2ના કેમેસ્ટ્રી વિષયના 152 છાત્રો અરવલ્લી જિલ્લાના એક પરીક્ષા સેન્ટરના છે.બીજા BSC સેમ 2ના ગણિત વિષયના 29 છાત્રો મહેસાણા જિલ્લાના એક પરીક્ષા સેન્ટરના છે.તપાસ ચાલુ હોય નામ જાહેર કરી શકાયા નથી.તપાસ પૂર્ણ થતાં જાહેર થશે.

Advertisement

કાર્યવાહી : પરીક્ષા સેન્ટર રદ અને સુપરવાઈઝરોને પરીક્ષાની કામગીરી પર પ્રતિબંધ લાગી શકે છે યુનિવર્સિટીના પૂર્વ પરીક્ષા નિયામક નામના આપવાની શરતે જણાવ્યું કે પરીક્ષામાં ગેરરીતિ થાય તેમાં કરનાર અને કરાવનાર બન્ને સજાને પાત્ર છે. છાત્રો ઉપરાંત વર્ગખંડમાં ફરજ બજાવતા સુપરવાઇઝર અને બીજા સેન્ટરના સંચાલક દોષિત ગણાય છે. આવા કિસ્સાઓમાં પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે અને ભવિષ્યમાં પરીક્ષા જેવી બાબતમાં ગંભીર છબરડા ન થાય માટે પરીક્ષા સેન્ટર રદ કરી શકાય છે.

Advertisement

ઉપરાંત જે સુપરવાઈઝર વર્ગખંડમાં હતા તેમને 3 કે 5 વર્ષ સુધી પરીક્ષાની કામગીરીથી બાકાત રાખી પ્રતિબંધ મુકાઈ શકે છે.જે છાત્રોએ ચોરી કરી તેમના રિઝલ્ટ રદ અથવા એક વર્ષ સુધી પરીક્ષા ન આપી શકે તેવી સજા થઈ શકે છે.

Advertisement

સેન્ટરોની મિલીભગત છે કે નહીં જાણવા CCTV ફૂટેજ ચકાસાશે માસ કોપી કેસ મામલે પરીક્ષા સેન્ટરના સંચાલકોને ખુલાસા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ગેરરીતિ ની ચકાસણી માટે સેન્ટરો ના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કઈ રીતે ચોરી થઇ, તેમાં બેદરકારી કે મિલીભગત છે તમામ બાબતોને તપાસવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવનાર છે.તમામ તથ્યો તપાસી સમિતિ નિર્ણય લેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!