28 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ગીરસોમનાથ : વેરાવળમાં બ્લોક હેલ્થ મેળો યોજાયો: વિનામુલ્યે નિષ્ણાંત અને સ્પેશિયાલિસ્ટ ડોકટરોનો લાભાર્થીઓએ લીધો લાભ


મેરા ગુજરાત, ગીર-સોમનાથ

Advertisement

આરોગ્ય મેળાઓ આરોગ્યપ્રદ જીવન શૈલી મેળવવાં માટે રોજિંદા જીવનમાં ફેરફારો અંગે જનજાગૃતિ લાવવાના માધ્યમ બન્યા છે.: જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા

Advertisement

યોગ અને જીવનશૈલીમાં નિયમિતતા લાવીને વ્યક્તિ ડાયાબિટીસ સામે મુક્તિ મેળવી શકે છે : જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે

Advertisement

વેરાવળમાં ખારવા સમાજની વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેને વાજા અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં બ્લોક હેલ્થ મેળો ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં લાભાર્થીઓએ વિનામુલ્યે નિષ્ણાંત અને સ્પેશિયાલીસ્ટ ડોકટરોની સેવાનો લાભ લીધો હતો.રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા-જુદા આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ પણ લાવવામાં આવી રહી છે.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજાએ જણાવ્યું હતું કે, આરોગ્ય મેળામાં તજજ્ઞો દ્વારા આરોગ્ય તપાસ, સારવાર, દવા, લેબોરેટરી વગેરે સેવાઓ મળી રહે છે. સાથે જ આયુર્વેદિક દવાઓ પણ ઉપલબબ્ધ કરાવવામાં આવે છે. ઉપરાંત યોગ-પ્રાણાયામથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આમ આ મેળાઓ આરોગ્યપ્રદ જીવન શૈલી મેળવવાં માટે રોજિંદા જીવનમાં ફેરફારો અંગે જાગૃતિ લાવવાના પણ માધ્યમ બન્યા છે.

Advertisement

Advertisement

આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન અભિયાન મહત્તમ લાભ લેવા ઉપસ્થિતોને અનુરોધ કરતા જણાવ્યુ હતું કે, આધુનિક જીવનમાં માનસિક તનાવ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. યોગ અને જીવનશૈલીમાં નિયમિતતા લાવીને વ્યક્તિ ડાયાબિટીસ સામે મુક્તિ મેળવી શકે છે. તેમજ આ મેળામાં લાભાર્થીઓને જીવનમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે રોજિંદા જીવનની ક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓ અંગે જાગૃતિ લાવવાના વાહક પણ બન્યા છે. તેમજ કુપોષણ મુક્ત ગુજરાત અંતર્ગત બાળકોમા અને ઉંમરના જુદા-જુદા ગ્રુપ પ્રમાણે પોષણ યુક્ત આહાર અંગેની સમજણ પણ આપવામાં આવશે.

Advertisement

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય બ્લોક હેલ્થ મેળાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મેળામાં આરોગ્ય સંભાળ સેવાઓ, ટેલીકન્સલ્ટેશન, ડાયાબીટીસ, હાઇ બી.પી.નું નિદાન, મોઢાનું કેન્સર, મોતિયાની તપાસ વગેરે આરોગ્ય સેવાઓ વિનામૂલ્યો મળી રહે છે. સાથે હેલ્થ આઇ.ડી. કાર્ડ અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ આ મેળાના માધ્યમથી મેળવી શકે છે., આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે યોગા સેશન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય સ્ટોલોની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી.આ કાર્યક્રમમાં શાબ્દીક સ્વાગત ઇન. તાલુકા હેલ્થ ઓફીસર ડો.અતુલ અંકલેશ્વરીયા અને આભારવિધિ ડો.સિકોતરાએ કરી હતી. આ તકે અગ્રણી બચુભાઇ વાજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા, ટી.બી.ઓફીસર દીપક પરમાર, મેડીકલ ઓફીસરઓ, આરોગ્યનો સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!