30 C
Ahmedabad
Thursday, May 2, 2024

આ રીતે ઘરે બનાવો ‘પાલકની સેવ’, સવારમાં ચા સાથે ખાવાની મજા આવશે


પાલકની સેવ ઘરે નાસ્તામાં બનાવશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે. તો નોંધી લો તમે પણ આ રીત..

Advertisement

સામગ્રી

Advertisement

પાલક

Advertisement

ચણાનો લોટ

Advertisement

લીલા મરચા

Advertisement

સંચળ

Advertisement

ચાટ મસાલો

Advertisement

લાલ મરચું

Advertisement

સ્વાદાનુંસાર મીઠું

Advertisement

તેલ

Advertisement

તળવા માટે તેલ

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • પાલક સેવ બનાવવા માટે સૌ પ્રથમ પાલકને બરાબર ધોઇ લો જેથી કરીને રેત ના આવે. કારણકે લીલા શાકભાજીને બેથી ત્રણ વાર પાણીમાં ધોવા જોઇએ.
  • હવે પાલક અને લીલા મરચાને મિક્સરમાં ક્રશ કરીને એક પેસ્ટ બનાવી લો.
  • ત્યારબાદ એમાં તેલ નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણમાં સંચળ, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું નાંખો અને બરાબર રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ તમે એક જ બાજુ હલાવો છો તો વધારે સારું.
  • ત્યારબાદ આ મિશ્રણમાં ચણાનો લોટ નાંખો અને થોડો કઠણ લોટ બાંધી લો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ પાડવાનો સંચો લો અને એમાં સેવની ઝાળી નીચે ફીટ કરો.
  • ત્યારબાદ આ મિશ્રણને સંચામાં ભરો અને ઉપરથી બંધ કરી લો.
  • તમે આ પ્રોસેસ કરશો તો ત્યાં સુધીમાં તેલ ગરમ થઇ જશે એટલે એમાં સંચાની મદદથી સેવ પાડવાનું શરૂ કરી દો.
  • તેલમાં સેવ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ધીમાં તાપે તળો અને પછી બહાર કાઢી લો.
  • તો તૈયાર છે પાલકની સેવ.

જો તમે ઇચ્છો છો તો આમાં ફુદીનો પણ ક્રશ કરીને નાંખી શકો છો. આ પાલક-ફુદીના સેવ પણ ટેસ્ટમાં એટલી જ મસ્ત લાગે છે. તમે ઇચ્છો તો પાલકને બાફીને પણ ક્રશ કરી શકો છો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!