29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

અરવલ્લી જિલ્લાના 60 કેન્દ્ર પર બિનસચિવાલયની પરીક્ષા, એમ.નાગરાજને કેન્દ્રોની મુલાકાતે પહોંચ્યા, પોલિસ ખડેપગે


અરવલ્લી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને પોલિસ તંત્ર સતર્ક છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવા પ્રયાસો સરકાર અને સ્થાનિક તંત્ર પોલિસ સાથે હકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે.

Advertisement

નાયબ પોલિસ વડા એન.વી.પટેલે પોલિસ બંદોબસ્ત અંગે જાણકારી આપી

Advertisement

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતની દેખરેખ હેઠળ 2 Dy.SP. ભરત બસિયા અને એન.વી.પટેલ બે ડિવિઝનમાં પોલિસ બંદોબસ્તની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સાથે જ કાયદો વ્યવસ્થા અને શાંતિનો ભંગ ન થાય તે માટે પોલિસ ખેડપગે છે. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ન ફેલાય તે માટે પોલિસ સતત નજર રાખી રહી છે.

Advertisement

Advertisement

ગુજરાત ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજને પરીક્ષા કેન્દ્રોની મુલાકાત કરી

Advertisement

અરવલ્લી જિલ્લાના 60 કેન્દ્રો ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ, જેનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરજને મુલાકાત કરી હતી. છેલ્લા એક સપ્તાહથી ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજન અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે ત્યારે શાંતિપૂર્ણ માહોલ અને કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેવા પ્રયાસો થયા હતા અને ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત કરીને માહિતી મેળવી હતી. જિલ્લાના વિવિધ કેન્દ્રો ખાતે નિયામક એમ.નાગરાજને મુલાકાત લીધી હતી.

Advertisement

સાંભળો ઉચ્ચ શિક્ષણ નિયામકે શું કહ્યું.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં પરીક્ષાની વ્યવસ્થા
60 બિલ્ડિંગ
60 કેન્દ્ર
709 બ્લોક
21,270 ઉમેદવાર
18 રૂટ

Advertisement

Advertisement

પરીક્ષાને લઇને 598 પોલિસ બંદોબસ્ત
ડીવાયએસી – 2
P.S.I. – 6
પોલિસ કોન્સ્ટેબલ – 270
હોમગાર્ડ – 125
જી.આર.ડી. – 125

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!