35 C
Ahmedabad
Friday, April 26, 2024

બહુ ડાહ્યા નહિ થવાનું, મેડલ નથી મળવાનો, થાય એટલું જ કરવાનું


ડો. સંતોષ દેવકર

Advertisement

 

Advertisement

“એવોર્ડ કે મેડલ કોઇ આપવાનું નથી”

Advertisement

“ભાઇ કામ તો કામ છે.”

Advertisement

“બરાબર, પણ થાય એટલુ કરવાનું “

Advertisement

“ના,ના એ તો કરીએ એટલુ થાય “

Advertisement

“આપણે માણસ છીએ, ઢોર નહિ “

Advertisement

“સૉરી,ચીવટથી કામ કરવું એ હવે સ્વભાવ બની ગયો છે.”

Advertisement

“ચોખ્ખી વાત, જેટલા પૈસા મળે એટલુ જ કામ થાય.”

Advertisement

શહેરની સીટી બસમા અપડાઉન કરતાં કેટલાક કર્મચારીઓ ચર્ચા કરી રહ્યા હતા.

Advertisement

કામની શરૂઆતમાં જ શંકાકુશંકા ઊભીકરનારા, અણસમજુ લોકો સંસ્થાને નુકસાન પહોંચાડતા હોય છે. કોઈ ચાંદ આપવાનું નથી, કોઈ કામ જોવાનું નથી. જે મળે તેના પ્રમાણમાં જ કામ કરવું.વળતર કરતા વધુ કામ કરવું મુર્ખામી છે. આવું વિચારનારાઓથી સફળતા જોજનો દુર રહે છે. દરેક બાબતમા ડાઉટસ ઊભા કરી લોકોને કન્ફયુઝ કરતાં રહે છે.તેમની નસેનસમાં લોહીની જગ્યાએ કન્ફયુઝન વહેતું હોય છે.

Advertisement

Advertisement

કામ નથી જ કરવું એમ નક્કી કરીને બેસનારા બીજા પ્રકારના લોકો નેગેટીવ દલીલો કરવામાં નિષ્ણાત હોય છે.કામ ન કરવા માટે તેઓ જાત-ભાતના આભાસી ઉદાહરણો ઊભા કરી મૂંઝવણ  પેદા કરતા હોય છે. પોતાની જાત ફરતે બહાનાઓનુ કોચલુ રચી દઈ વિકૃત આનંદ મેળવતા હોય છે. કામચોરી ને કોચરાઇ તેમના હથિયાર છે.

Advertisement

ત્રીજા પ્રકારના લોકોના ખભા પર આખી સંસ્થા ચાલતી હોય છે.આ લોકો કોઇ પણ ભોગે કામ પૂરું કરવાની નેમ વાળા હોય છે.ઇતિહાસ સાક્ષી છે કે દિલ દઇને કામ કરનારા સફળતાને વરે છે.

Advertisement

તેઓ સ્વયંપ્રેરિત તેમજ 100ટકા કામના આગ્રહી હોય છે. કોઇપણ ભોગે કાર્યને પૂર્ણતા તરફ લઇ જનારી વ્યકિતઓ નસીબદાર સંસ્થાને મળે છે.

Advertisement

Advertisement

ઇતિહાસ ગવાહ છે કે જીવનમાં સફળ થનાર વ્યકિતઓ નેગેટીવીટીથી  હંમેશા દુર રહ્યા છે. કોઇ જુએ છે કે નથી જોતું એની ચિંતા કર્યા વગર લાંબા સમય સુધી કામમા મથ્યા રહેવું એ એક સાઘના છે. કોઇપણ ઇન્ડસ્ટ્રી, ઇન્ટીટ્યુટ કે ઓર્ગેનાઇઝેશન આવા નિષ્ઠાવાન પાંચ-દસ માણસોના આધારે ચાલતી હોય છે. હંમેશા લઘુમતિમાં રહેવા છતા તેઓ સમાજની ધરોહર હોય છે. ‘કામ કરવું ને પુરી લગનથી કરવું ’ તેમનો મુદ્રાલેખ હોય છે.તેઓ વળતર કરતાં બમણું કામ કરનારા, ગુણવત્તા અને પૂર્ણતાના આગ્રહી હોય છે. જોબસેટીસ્ફેક્શન મેળવતા હોઇ હંમેશા આનંદિત રહે છે. આનંદિત વ્યક્તિઓ સફળ રહે છે. જો તમે વળતર કરતાં બમણુ કામ કરો છો અને પ્રસન્ન રહો છો;તો ઉજ્જ્વળ ભવિષ્ય તમારી રાહ જુએ છે.

Advertisement

મિસરી

Advertisement

કામ એવું કરો કે

Advertisement

લોકો એક્કી અવાજે બોલી ઊઠે:

Advertisement

‘તુ રહેવા દે

Advertisement

અમે કરી લેશુ’.(અજ્ઞાત)

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!