33 C
Ahmedabad
Wednesday, May 15, 2024

Jignesh Mevani’s Pushpa Style : પોલિસ વાનમાં જિગ્નેશ મેવાણીની ‘પુષ્પા’ સ્ટાઈલ, કંઇક આવો ઇશારો કર્યો, જુઓ Video


સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હાલમાં જ પુષ્પા ફિલ્મ આવી હતી, જે જોયા પછી ચાહકોમાં એક પુષ્પા ક્રેઝ જોવા મળ્યો હતો. જ્યાં જુઓ ત્યાં પુષ્પા જ ચાલતું હતું. મોબાઈલ ખોલો કે, પુષ્પા સ્ટાઈલના જ વિડીયો જોવા મળતાં હતા. ઓસ્ટ્રેલિયાથી લઇ અમેરિકા સુધી પુષ્પા ટ્રેન્ડ ખૂબ જ ચાલ્યો હતો. હવે આ પુષ્પા ટ્રેન્ડ રાજકારણમાં જોવા મળી રહ્યો છે. હાલમાં જ આસામ પોલિસે વડગામ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી, જેને લઇને પોલિસ વાનમાં જિગ્નેશ મેવાણી પુષ્પા સ્ટાઈલમાં જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

આસામ પોલિસ જ્યારે જિગ્નેશ મેવાણીને પોલિસ વાનમાં લઇ જતી હતી ત્યારે જિગ્નેશ મેવાણીએ ‘પુષ્પા’ સ્ટાઈલમાં દાઢી પર હાથ ફેરવતા જુસ્સો બતાવ્યો અને ઇશારો કર્યો કે, में झुकेगा नहीं,, साला.. જિગ્નેશ મેવાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે. આગામી ચૂંટણીમાં પણ આ વખતે સાઉથ ઇન્ડિયન ફિલ્મના કેટલાક ડાયલોગ્સ તેમજ પ્રચલિત સ્ટાઈલનો ટ્રેન્ડ જોવા મળે તો નવાઈ નહીં.

Advertisement

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, 20 એપ્રિલના રોજ મોડી રાત્રે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ પોલિસે ધરપકડ કરી હતી ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી આસામ લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કોંગ્રેસ પાર્ટી પણ આ મુદ્દાને લઇને સક્રિય બની હતી.

Advertisement

જિગ્નેશ મેવાણીની પુષ્પા સ્ટાઈલનો વીડિયો જુઓ

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!