29 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : માલપુરમાં તસ્કરો ત્રાટક્યા, લોખંડની દુકાનમાં હાથ સાફ કર્યા, સ્થાનિક પોલિસ નિંદ્રાધિન…!


અરવલ્લી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગે છે. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો બાદ હવે માલપુર પંથકમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. માલપુરમાં તસ્કરોએ લોખંડની દુકાનને નિશાન બનાવી લોખંડના માલ-સામાનની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાત્રીના સમયે માલપુર પોલિસ સ્ટેશનથી થોડાક અંતરે આ ચોરીની ઘટના ઘટી છે ત્યારે સ્થાનિક પોલિસ શું કરે છે તે એક સવાલ છે.

Advertisement

Advertisement

મળતી માહિતી મુજબ માલપુર ગોધરા સ્ટેટ હાઈવે પર લોખંડની દુકાનમાં ચોરીની ઘટના ઘટી ઘટી છે, જ્યાં તસ્કરો ત્રાટ્ક્યા અને લોખંડની એંગલો અને ચેનલની ચોરી થવા પામી છે. માલપુર પોલિસ સ્ટેશનથી થોડાક અંતરે આ ચોરીની ઘટના ઘટતા પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થતાં હવે પોલિસ તસ્કરો સુધી કેવી રીતે પહોંચશે તે જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!