41 C
Ahmedabad
Sunday, May 19, 2024

ધનસુરામાં કોમી એકતાના દર્શન : ઉડાન ટ્રસ્ટના હિન્દૂ યુવાનોએ મુસ્લિમ પરિવારોને રમઝાન મહિનામાં ફ્રૂટ વિતરણ કર્યું


હાલના સાંપ્રત સમયમાં કોમવાદ, નાત-જાતના નામે વાદવિવાદો વધતા જાય છે. કોમવાદ હવે રાજકીય પક્ષોની વોટ બેંકનો વિષય બની ગયો છે હજુ પણ ગુજરાતના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના લોકો કોઈપણ પરિસ્થિતિમાં એક અને નેક રહી કોમી સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે જીલ્લામાં સેવાકીય પ્રવૃતિઓ અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા હિન્દૂ યુવાનોના ઉડાન ટ્રસ્ટે ધનસુરામાં ફ્રૂટનું વિતરણ કરી ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Advertisement

ધનસુરામાં રહેતા મુસ્લિમ પરિવારોને પવિત્ર રમજાન માસમાં ઉડાન ટ્રસ્ટના એમ.કે પટેલ અને તેમની ટીમે ફ્રૂટની કીટનું વિતરણ કર્યું હતું મુસ્લિમ સમાજના પરિવારોએ ઉડાન ટ્રસ્ટની કામગીરીની સરાહના કરી હંમેશા માટે હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકો વચ્ચે કોમી એકતા જળવાઈ રહે તેવી દુઆ કરી હતી ઉડાન ટ્રસ્ટની કામગીરીની લોકોએ સરાહના કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!